સાઉદી અરેબિયાથી ભારે હિમવર્ષા થવાના સમાચાર મળે તો સાચે આશ્ચર્ય લાગે તેવી વાત છે, લોકોને વિચારવાની ફરજ પડી છે કે રણ અને ગરમ રાજ્યમાં આ કેવી રીતે શક્ય છે. પરંતુ, હવે આશ્ચર્ય પામવાની જરૂર નથી, કારણ કે તાજેતરમાં જ સોશ્યલ મીડિયામાં બરફ પડી રહ્યો હોય તેના વિડીયો પણ જોવા મળી રહ્યા છે. સાઉદીમાં બર્ફબારી એમ કહીને ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે.
સાઉદી અરબીયામાં બરફવર્ષાથી લોકો આશ્ચર્યચકિત
હકીકતમાં, સાઉદી અરેબિયામાં બરફવર્ષા જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. જેની તસવીરો સોશિયલ મીડિયા થાકી સામે આવી છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે અહીં હિમવર્ષા એટલી તીવ્ર છે કે રણની રેતીની સાથે ઊંટોની પીઠના ભાગમાં પણ બરફની સફેદ ચાદર સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
તૂટયો 50 વર્ષનો રેકોર્ડ
એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 50 વર્ષ પછી ફરી આ દ્રશ્ય જોવા મળ્યું છે. જો કે પહેલા પણ બરફવર્ષા થઈ છે, પરંતુ આટલા મોટા પાયે નથી થઈ. સાઉદી અરેબિયામાં હિમવર્ષા સમગ્ર ખાડી દેશો માટે દુર્લભ ઘટના હોવાનું માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બર્ફીલા શિયાળાએ અહીં એક અઠવાડિયા પહેલા જ દસ્તક આપી છે. તાપમાન માઇનસ 2 ડિગ્રીએ પહોંચી ગયું છે. આ તીવ્ર હિમવર્ષાથી રહેણાંક વિસ્તારના લોકો સાથેના પ્રાણીઓ પણ ખૂબ પરેશાન છે.
હવામાન વિભાગે જારી કરી ચેતવણી
દરમિયાન હવામાન વિભાગે પણ બરફવર્ષા અંગે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી દિવસોમાં ઠંડીમાં અનેક ગણો વધારો થઈ શકે છે. હવામાન વિભાગે લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. ખાસ કરીને રાત્રે લોકોને વધુ ગરમ કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું છે.
અલ્જેરિયામાં પણ ભારે બરફવર્ષા
જાન્યુઆરી દરમિયાન વિશ્વભરમાં હિમવર્ષા થાય છે, પરંતુ આફ્રિકા અને મધ્ય પૂર્વના રણમાં હંમેશાં આવું થતું નથી, પરંતુ આ વખતે સહારા રણમાં આવેલ અલ્જેરિયા પણ બરફથી ઢકાયેલ છે અને સાઉદી અરેબિયામાં તાપમાન માઈનસ બે ડિગ્રી પર પહોંચી ગયું છે. સહારા રણમાં રેતી પર બરફની ચાદરના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. લોકો તેને મોસમનો વિચિત્ર મૂડ ગણાવી રહ્યા છે.