Gujarat

ગુજરાત નજીકથી પસાર થતી લો પ્રેશર સિસ્ટમને કારણે 29મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી

ગાંધીનગર: ગુજરાત નજીકથી પસાર થઈ રહેલી લો રહેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં આગામી તા.29મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા ઈશ્યુ કરી દેવાઈ છે. જેમાં ખાસ કરીને વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી , બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આજે સાંજ સુધીમાં રાજયમાં 43 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં અરવલ્લી પાટણ,ભાવનગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, સાબરકાંઠા અને આણંદનો સમાવેશ થાય છે. ખાસ કરીને અરવલ્લીના મોડાસામાં 3 ઇંચ, સરસ્વતીમાં 1.4 ઇંચ, પાટણમાં 1.3 ઈચ , ભાવનગરના મહુવામાં 1.3 ઇંચ, ગાંધીનગરના માણસામાં 1.2 ઇંચ, ખેડાના મહુધામાં 1 ઈંચ જેટલો વરસાદ થયો છે. રાજયમાં છેલ્લા 24 કલાકની અંદર સરેરાશ 76 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમા ખંભાત 3 ઈંચ જેટલો વરસાદ થયો હતો. ચોમાસાની મોસમનો રાજયમાં સરેરાશ 74.23 ટકા જેટલો વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 88.97 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.07 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 58.75 ટકા, સૌરાષ્ટ્રમાં 81.88 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 88.73 ટકા જેટલો વરસાદ થયો છે.

Most Popular

To Top