Gujarat

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ, પાલનપુર-આબુ રોડ એક બાજુનો બંધ કરાયો

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) આગામી ત્રણ દિવસ ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બુધવારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જનમાષ્ટમીના તહેવારોને લઇને આબુ (Abu) હિલ સ્ટેશન જવા સહેલાણીઓ નીકળી રહ્યાં છે. ત્યારે પાલનપુર (Palanpur) આબુ રોડ (Abu Road) ભારે વરસાદના પગલે એક બાજુનો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહનોની 5 કિ.મી. લાબી કતારો જોવા મળી રહી છે. તેમજ નાના વાહનો માટે હાલ રસ્તો બંધ રાખવામાં આવ્યો છે. તેમજ હાઈવે પર બંને સાઈડ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ અગર કોઈ વાહન ફસાઈ તો તેના માટે ક્રેનની વ્યવસ્થા પહેલાથી જ કરી દેવામાં આવી છે.

આગાહી પ્રમાણે આગામી 3 કલાક રાજ્ય માટે ભારે વરસાદ રહેશે. બનાસકાંઠાસ કચ્છ અને પાટણના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 4 કલાકમાં 163 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં 5.5 ઈંચ, તો પાલનપુર-સૂઈગામમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે સાબરકાંઠાના પોશીનામાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે રાજ્યમાં છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કેટાલાક નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાજ હિંમતનગરમાં માત્ર એક ઈંચ વરસાદ નોંધાયો હતો. પોશીના તાલુકામાં ગતરોજથી વરસી રહેલા વરસાદના કારણે ગોયા તળાવ ભરાઈ ગયું હતું. ત્યારે વડાલીમાં સવાચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈને માણેકચોકમાં સાત મહિનાથી બંધ મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી.

સાબરકાંઠા જિલ્લામાં સીઝનનો 96.86 ટકા વરસાદ નોંધાયો છે, તો 24 કલાકમાં ટકાવારી પ્રમાણે જોઈએ તો સાબરકાંઠામાં 74 વરસાદ નોંધાયો હતો. ત્યારે ઇડરમાં 103, ખેડબ્રહ્મામાં 86, તલોદ 73, પ્રાંતિજ 61, પોશીના 106, વડાલી 114, વિજયનગર 111 અને હિંમતનગર તાલુકામાં 117 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદી પાણીનો સંગ્રહ થતાં જિલ્લાનાં જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. ગુહાઈ જળાશયમાં 10,916 ક્યુસેક, હાથમતી જળાશયમાં 2400 ક્યુસેક, હરણાવ જળાશયમાં 1000 ક્યુસેક આવક- 1000 ક્યુસેક જાવક, ખેડવા જળાશયમાં 500 ક્યુસેક આવક- 500 ક્યુસેક જાવક તો જવાનપુરા બેરેઝમાં 9430 ક્યુસેક આવક અને 9430 ક્યુસેક જાવક થવા પામી છે.

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જયો છે. ત્યારે ડીસામાં ગઈકાલે ખાબકેલા પાંચ ઇંચ વરસાદે અનેક ગામડાંમાં ભારે તબાહી સર્જી છે, જેમાં માલગઢ ગામે પણ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોની મુશકેલીઓ વધી છે. માલગઢના પરબડી વિસ્તારમાં લોકોનાં ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ઘૂસી જતાં ઘરવખરીનો સામાન, પશુઓ અને ઘાસચારો સહિત તમામ માલસમાને નુકસાન થયું છે.

4 કલાકમાં 163 તાલુકામાં વરસાદ વરસયો
રાજ્યમાં છેલ્લા 4 કલાકમાં 163 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં સાડા પાંચ ઈંચ અને પાલનપુર અને સૂઈગામમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં પણ 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતના 15 તાલુકામાં 2-2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો 20 તાલુકામાં 1-1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 

Most Popular

To Top