અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એક્ટિવ (Low pressure active) થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના (Gujarat) વાતાવરણ પર પડશે. લો પ્રેશર સક્રિય થવાના કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 8 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે. તેમજ દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને રેડ એલર્ટ જાહેક કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હજી સુધી સિઝનનો 76 ટકા વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
હવમાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બુધવારે વલસાડ-દમણ, ગુરુવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ-અમરેલી-ભાવનગર-બોટાદમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. તેમજ આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, જુનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાઇ છે. આાગમી પાંચ દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૉ
આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
8 ઓગસ્ટ: સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, બોટાદ, અમેરાલી,ભાવનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ જૂનાગઢ, ગીર-સોમનાથ.
9 ઓગસ્ટ: પંચમહાલ, છોટાઉદેપુર, બોટાદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, આણંદ, ભરૂચ, નર્મદા, રાજકોટ, ભાવનગર, અમરેલી.
10 ઓગસ્ટ: નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, પોરબંદર, વડોદરા, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા.
24 કલાકમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જમાં સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં 65 એમ.એમ. નોંધાયો છે. ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 76.21 ટકા વરસાદ પડ્યો છે, જેમાં કચ્છમાં 125.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.59 ટકા, સૌરાષ્ટ્રમાં 71.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 87.39 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. ઉપવાસ વરસાદ વધવાથી આ વર્ષે જળાશયોમાં છલકાય જશે. હાલ રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 58, એલર્ટ ૫ર કુલ-14 તેમજ વોર્નિંગ ૫ર કુલ -16 જળાશય છે. રાજ્યમાં હાલ કુલ NDRFની 13 ટીમ તહેનાત કરાઇ છે.