વડોદરા : વડોદરા શહેરમાં બુધવારે ગરમીનો પારો મહત્તમ 37.2 ડીગ્રી અને લઘુત્તમ 17.4 ડીગ્રી એ પહોંચ્યો હતો.જ્યારે ગરમીની શરૂઆત થતા જ શહેરના માર્ગો પર ડામર પીગડવાની શરૂઆત થઈ હતી.રોડ રસ્તા પણ બપોરના સુમારે સુમસામ નજરે પડ્યા હતા.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વખતે ગુજરાતમાં સામાન્ય કરતા તાપમાન ઊંચું રહેશે.એટલે કે હવે શિયાળાની વિદાય સાથે જ લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે માર્ચ મહિનાથી મે મહિના સુધી રાજ્યમાં ગરમી વધારે રહેશે. હવામાન વિભાગ આ પહેલા જ ગરમીને લઈને પૂર્વાનુમાન જાહેર કરી ચૂક્યું છે. જે પ્રમાણે ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે.
બીજી તરફ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતા જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.બીજી તરફ હવામાન નિષ્ણાંતો ના મત મુજબ માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરી છે.તેમની આગાહી પ્રમાણે ત્રણ માર્ચથી ગરમી વધશે.સાત માર્ચથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38-38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડવા ની શક્યતા છે.
આ ઉપરાંત 15 મી માર્ચથી અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.18 થી 21 માર્ચ દરમિયાન રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં ગરમી વધીને મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે.તેની અસરને પગલે ગુજરાતના સરહદના ભાગોમાં પણ ગરમી વધશે. ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતની સાથે જ વડોદરા શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.
જોકે હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હતો. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે.
ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.નોંધનીય છે કે વડોદરામાં બુધવારે ગરમીનું તાપમાન મહત્તમ 37.2 ડીગ્રી અને લઘુત્તમ 17.4 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા જ્યારે પવનની ગતિ 6 કિ.મી પ્રતિકલાક નોંધાઈ હતી.