Gujarat

જામનગરના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને હાર્ટ અટેક આવતા મોત

જામનગર: ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી નાની વયના લોકોમાં હાર્ટ અટેકના (Heart attack) કિસ્સાઓ વધી રહ્યાં છે. કોઈકને જીમમાં તો કોઈકને ક્રિકેટ રમતા રમતા હાર્ટ અટેક આવી રહ્યો છે. ત્યારે જામનગરમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનું હાર્ટ એટેકેને કારણે મોત થતાં ચકચાર મચી ગઈ છે. ડોક્ટરનું હાર્ટ એટેકને કારણે મોત થતાં એક તરફ જ્યાં પરિવાર અને મિત્રોમાં શોકનો માહોલ છે, તો બીજી તરફ આસપાસના લોકો ભારે આશ્ચર્યમાં મૂકાયા છે.

જામનગરમાં 41 વર્ષના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. ગૌરવ ગાંધીનું અવસાન થયું છે. ડો. ગૌરવ ગાંધીના નિધનના કારણે તબીબી જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જાણકારી મળી આવી છે કે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. ગૌરવ ગાંધીએ 16 હજારથી વધુ હદયની સર્જરીઓ કરી હતી. જો કે બે કલાકની જહેમત બાદ તેઓને બચાવવામાં સફળતા મળી ન હતી. જાણકારી મુજબ તેમને કાર્ડિયાક એરેસ્ટના આવ્યો હતો છતાં આ કારણ સ્પષ્ટ કરવા માટે જી.જી.હોસ્પિટલમાં તેઓનું પોર્સ્ટમોટમ કરવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ ડોક્ટર ગૌરવ ગાંધીએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ લેવલે પણ ખ્યાતિ મેળવી હતી. 

જામનગર એસ.ટી. સ્ટેન્ડની સામે શારદા હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો.ગૌરવ ગાંધી સોમવાર રાત સુધી રાબેતા મુજબ દર્દીઓની સારવારમાં વ્યસ્ત હતા. દર્દીઓને સારવાર આપ્યા પછી તેઓ પોતાના ઘરે પહોંચી ડિનર કરીને સૂઇ ગયા હતા. જાણકારી મુજબ વહેલી સવારે 6 વાગ્યે તેઓ બેભાન હાલતમાં મળી આવતાં તાત્કાલિક સગાંસંબંધીઓને બોલાવવામાં આવ્યાં હતાં અને 108 મારફત જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ડોકટરોએ બે કલાક સુધી સારવાર આપી હતી જો કે બે કલાકની સારવાર પછી પણ તેઓને બચાવી શકાયા ન હતા.

ડોક્ટર્સ દર્દીઓને હ્રદયની સાવચેતી કેવી રાખવી અને અટેકથી બચવા માટે શું કરવું જોઈએ તેવી સલાહ આપતા હોય છે. પરંતુ જામનગરમાં હાર્ટ ડોક્ટરનું જ હાર્ટ એટેકને કારણે મોત થતાં ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

Most Popular

To Top