વડોદરા : ગણેશોત્સવનાં તહેવાર ધ્યાને લઈ તેમજ રોગચાળાની પરિસ્થિતી હોય નગરજનોના આરોગ્યને ધ્યાને રાખી વડોદરા મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરોની જુદી – જુદી ટીમો બનાવી વડોદરા શહે૨ના જુદા – જુદા વિસ્તારોમાં મિઠાઈ – ફરસાણનું વેચાણ ક૨તા ઉત્પાદક , મોલ , મિઠાઈ – ફરસાણની દુકાનો , હોટલ – રેસ્ટોર , ખાધ ચીજોની લારીઓ ઉપર ઈન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી.જેમાં નમુના લેવાની કાર્યવાહી સાથે શિડયુલ -4 મુજબ સ્વચ્છતા જાળવવા કડક સુચના આપવામાં આવી હતી.
આગામી તહેવારો તેમજ હાલ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને ધ્યાનમાં રાખી પાલિકાની ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરોની જુદી જુદી ટીમો દ્વારા શહેરનાં કારેલીબાગ ,અલકાપુરી ,સમા રોડ , ફતેહગંજ, માંજલપુર ,મકરપુરા , ચોખંડી ,એસ.ટી.ડેપો ,ઓ.પી.રોડ , ઈલોરા પાર્ક, દિવાળીપુરા ,ઉમા ચા૨ ૨સ્તા,વારસીયા,માંડવી ,ચાંપાનેર દ૨વાજા ,આજવા રોડ ,હરણી ૨ોડ , વાઘોડીયા – ડભોઈ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં ઈન્સ્પેકશનની કામગીરી કરી હતી.
જે ઈન્સપેકશનની કામગીરી દ૨મ્યાન કેસ૨ જલેબી,આટાં બ્રેડ આબાદ ,સ્વીટ માવો ,ઘી લૂઝ, કેસરી પેંડા,મોહન થાળ,મેંગો જયુસ,રોઝ બરફી,બુંદી,બેસન,આલુ પટ્ટી પ્રીપેર્ડ હુડ,મોતી ચુરના લાડુ ,દાલ પાલક પ્રીપેર્ડ હુડ , ડ્રાય મંચુરીયન પ્રીપેર્ડ હુડ,ચોક્લેટ મોદક ,કેસરી મોદક ,ખોયા લૂઝ,ગાયનું દુધ વગેરેનાં 27 – નમુના તેમજ દુધનું વેચાણ ક૨તા કેન્દ્રો તેમજ પાર્લર માંથી પોશ્ચરાઈઝડ ક્રીમ મિલ્ક અમુલ ગોલ્ડ નાં 6 – નમુના મળી કુલ -33 નમુના લેવામાં આવ્યા હતા.જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
તેમજ 20 – કિલો અખાધ ફ૨સાણ ,8 – લિટર અખાધ કલ૨,10 – લિટર પાણીપુરીનું પાણી તેમજ 5 – કિલો પેપ૨ પસ્તીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.તેમજ ઈટ રાઈટ ચેલેન્જ અને ઈટ સ્માર્ટ અંતર્ગત ઈટ રાઈટ સ્કુલનાં રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વડોદરા શહેરની ભાયલી , કારેલીબાગ , માંજલપુર , બગીખાના વિગેરે વિસ્તારમાં આવેલ 6-સ્કૂલોનું ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયામાં ૨જીસ્ટ્રેશન કરાવામાં આવ્યું હતું.આમ નગરજનોના આરોગ્યની સુખાકારી ધ્યાને રાખી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને રુલ્સ અને રેગ્યુલેશન -2011 અન્વયે સઘન ચેકીંગની કામગીરી તેમજ નમુના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તેમજ શિડયુલ -4 મુજબ સ્વચ્છતા જાળવવા અને કોવિડ -19 નાં નિયમોનું ચુસ્તપણે પાલન ક૨વા કડક સુચના આપવામાં આવી હતી.