ડૉ. શ્રીકાંત રાખે એક અચ્છા ફોટોગ્રાફર છે. એક તેઓ ભારતીય સંસ્કૃતિ, કલા, હિસ્ટોરીકલ પ્લેસીસની ખુબસુરત ફોટોગ્રાફી કરે છે, સાથે યુનિવર્સીટીમાં આર્ટ, એડવર્ટાઇઝિંગનું ભણાવે છે. તેમના ઘરમાં તમે પ્રવેશ કરશો તો આખું ઘર પુસ્તકલય જેવું લાગશે કેમકે, તેમની પાસે પુસ્તકોનો ખજાનો છે. ફોટોગ્રાફીનો શોખ તેમને કેમેરાના સંગ્રહ તરફ દોરી ગયો. તેમના ઘરમાં આસ્થાનું વાતાવરણ ગણેશજીની મૂર્તિઓના સંગ્રહથી ઉભું કરાયું છે. તેમની પાસેના પુસ્તકોને તેમણે અનેક વખત વાંચીને તેઓ પોતે હાલતી ચાલતી લાઈબ્રેરી બની ગયા હોય એટલું વિવિધ વિષયોનું જ્ઞાન ધરાવે છે. તેઓ હજી પણ પુસ્તકોનો સંગ્રહ કરી પોતાના ઘરને ધીરે ધીરે પુસ્તકાલયમાં પરિવર્તિત કરી રહ્યા છે. તેમનામાં એન્ટિક વેલ્યુએબલ વસ્તુઓના સંગ્રહનો શોખ કઈ રીતે જાગ્યો. તેઓ એન્ટિક અને બેનમૂન આર્ટિકલ્સ ક્યાં ક્યાંથી મેળવે છે અને તેની જાળવણી કેવી રીતે કરે છે ? તે આપણે તેમના શબ્દોમાં જાણીએ…

14 વર્ષથી ફોટોગ્રાફીનો છે શોખ, 100 વર્ષ જુના વસાવ્યા છે કેમેરા
ડૉ. રાખેએ જણાવ્યું કે હું 14 વર્ષની ઉમરથી ફોટોગ્રાફી કરું છું. મારો પહેલો નિકોનનો કેમેરો મેં U. S. થી મેળવ્યો હતો. મારી પાસેના 5 કેમેરા 100 વર્ષથી વધુ જુના છે જે મેં અમદાવાદ અને U. S. ખાતેથી એન્ટિક વસ્તુઓની શોપમાંથી મેળવ્યા છે. કેમેરાના ખજાનામાં રોલ વાળા ફિલ્મ કેમેરા છે જે હવે મળવા મુશ્કેલ છે. ઓલ્ડ, એન્ટિક, કલેકટેબલ, હિસ્ટોરીકલ વેલ્યુ અને ટેકનોલોજીકલ વેલ્યુ જે કેમેરામાં ભેગી થાય તેને એન્ટિક કેમેરા કહેવાય આવા કેમેરા મારા એન્ટિક વસ્તુઓના સંગ્રહમાં છે. કોડાક બ્રાઉની 127, નિકોન F-3, નિકોન FTN અને બીજા કેમેરાનો ખજાનો મેં વિવિધ જગ્યાઓ પરથી મેળવ્યો છે.
ક્રિસ્ટલ, માટી અને પિત્તળની ગણેશજીની મૂર્તિઓ વિવિધ જગ્યાઓ પરથી મેળવી

ડૉ. રાખેએ જણાવ્યું કે મને ગણેશજી પ્રત્યે ખૂબ જ આસ્થા છે. મારા માતા-પિતા હયાત હતાં ત્યાં સુધી ગણેશ ઉત્સવ દરમિયાન અમારા ઘરમાં ગણેશજીની પ્રતિમા બેસાડવામાં આવતી. મારી પાસે 40 જેટલી ગણેશજીની 6 ઇંચથી લઈને દોઢ ફૂટ સુધીની મૂર્તિઓ છે. આ મૂર્તિઓ મેં અમદાવાદ, મુંબઈ, પુણે, સુરતથી મેળવી છે. મોટાભાગની મૂર્તિઓ જાતે ખરીદી છે જ્યારે એક મૂર્તિ ભેંટમાં મળી હતી. આર્ટિસ્ટિક અને એસ્થેટિકને ધ્યાનમાં રાખી હસમુખ ચેહરાઓ વાળી મૂર્તિઓથી મારા ઘરમાં આસ્થાનું વાતાવરણ ઉભું કર્યું છે. ક્રિસ્ટલ અને પિત્તળની મૂર્તિઓ ખૂબ જ ધ્યાનાકર્ષક લાગે છે ઉપરાંત સિરામિકની મૂર્તિ પણ ધ્યાન ખેંચે એવી છે. મૂર્તિઓનો સંગ્રહ હું 30 વર્ષથી કરી રહ્યો છું.
હોટેલમાં ખાવાનો,પિક્ચર જોવા જવાનો શોખ નથી, બચતના પૈસામાંથી આર્ટિસ્ટિક વસ્તુઓ મેળવું છું: ડૉ. શ્રીકાંત રાખે
ડો. શ્રીકાંત રાખેએ જણાવ્યું કે, મારા માતા-પિતાને પુસ્તકોના સંગ્રહનો શોખ હતો જે મને વારસામાં મળ્યો. સ્કૂલમાં હતો ત્યારથી જ પુસ્તકોનો સંગ્રહ કરતો. હું આર્ટિસ્ટ છું, ફોટોગ્રાફી કરું છું એટલે આર્ટિસ્ટિક એન્ટિક વસ્તુઓ કલેક્ટ કરવાનો મને શોખ છે. હોટેલમાં જમવા જવાનો કે સિનેમા હોલમાં પિક્ચર જોવા જવાનો શોખ નથી એટલે જે બચત થાય છે તેનો આર્ટિસ્ટિક અને એન્ટિક વસ્તુઓની ખરીદી માટે ઉપયોગ કરું છું. અમદાવાદમાં કોલેજમાં ભણાવતો અને સુરતમાં પણ ગેસ્ટ સ્પીકર અને ગેસ્ટ ફેકલ્ટી છું એટલે પુસ્તકો પ્રત્યે પ્રેમ હોવાથી તેનો સંગ્રહ કરું છું. વળી, હિસ્ટોરીકલ, કલ્ચરલ અને ફેસ્ટિવલની ફોટોગ્રાફી કરું છું એટલે એન્ટિક વસ્તુઓ પ્રત્યે મને આકર્ષણ હોવાથી તેવા આર્ટિકલ્સનો પણ સંગ્રહ કરું છું.
એક હજાર પુસ્તકોનો ખજાનો, ફોટોગ્રાફી ઉપરાંત ઇન્ડિયન કલ્ચરના છે પુસ્તકો

ડૉ. શ્રીકાંત રાખેએ જણાવ્યું કે મારા સુરતના અને અમદાવાદના ઘરમાં 1000થી વધુ પુસ્તકોનું કલેક્શન સચવાયેલું છે. મારા ફાધર ડૉ. શરદચન્દ્ર રાખે પ્રોફેસર હતાં જ્યારે મધર સુધા રાખે ટીચર હતાં. તેઓએ અમદાવાદ, પૂણે, મુંબઈ, વડોદરાથી જુના પુસ્તકો રાખતા બુક સ્ટોરમાંથી ઇન્ડિયન કલ્ચર, વેદ-પુરાણ, હિસ્ટ્રી, સંસ્કૃત, મહાભારતના પુસ્તકો મેળવ્યા હતા જે મારી પાસે છે. તો મેં ડિઝાઇન, ફોટોગ્રાફી, એન્ટિક રિલેટેડ અને એડવર્ટાઇઝિંગના પુસ્તકો અમદાવાદ, વડોદરા, મુંબઈ, US થી મેળવ્યા હતાં. મારા પુસ્તકોના ખજાનામાં 1950થી લઈને 2024 સુધીના પુસ્તકો છે.
125 વર્ષ જૂની પોકેટ વોચ સહિતની ઘડિયાળોનો છે ખજાનો

ડૉ. શ્રીકાંત રાખે પાસે એન્ટિક અને લિમિટેડ એડિશન વાળી પોકેટ વોચ સહિતની ઘડિયાળોનો ખજાનો છે. તેમણે જણાવ્યું કે મારી પાસે 125 વર્ષ જૂની પોકેટ વોચ પણ છે. નેશનલ જિયોગ્રાફીકના 125 વર્ષ પુરા થતા તેમણે પોકેટ વોચ બહાર પાડી હતી, તેવી ચાર ઘડિયાળો મારી પાસે છે. 4 હજાર રૂપિયાથી લઈને 40 હજાર રૂપિયાની કિંમતની ઘડિયાળો મેં વિવિધ જગ્યાઓ પરથી મેળવી છે.