મુંબઈ: ભારતના શેર બજાર(Stock market)માં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ(Sensex)માં 1300 અંક વધતા 60,000ને પાર કરી 60359.44 પર પહોંચી ગયો છે. નિફ્ટી (Nifty)335 અંક વધી 18013 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીએ 19 જાન્યુઆરી 2022 પછી પ્રથમ વખત 18 હજારને પાર કર્યો છે. દરમિયાન, રૂપિયો 75.79 ડોલરની સામે 75.77 ડોલર પર ખુલ્યો છે.
સોમવારે HDFC બેન્કના શેરમાં શરૂઆતના વેપારમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો હતો. HDFC બેંકે HDFC સાથે મર્જરની જાહેરાત કરી છે. આ સિવાય, 31 માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષના આંકડા ખૂબ જ શાનદાર રહ્યા છે. જેના કારણે આ સ્ટોક આજે ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે HDFC એ HDFC ઇન્વેસ્ટમેન્ટ્સ અને HDFC હોલ્ડિંગ્સના HDFC અને HDFC સાથે મર્જર સંબંધિત સ્કીમને મંજૂરી આપી છે. આ યોજના અન્ય વૈધાનિક મંજૂરીઓને આધીન છે.
HDFC બેન્કનાં શેરમાં 13.30 ટકાનો વધારો
હાલમાં NSE પર HDFC બેન્કનાં શેર રૂ. 200.70 અથવા 13.30 ટકાના વધારા સાથે 1709.15 પર જોવા મળી રહ્યો છે. આ સ્ટૉકનો 52 સપ્તાહનો સૌથી ઊંચો ભાવ રૂપિયા 1,725.00 છે જ્યારે તેનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂપિયા 1,292.00 છે. શેરનો દિવસનો ઉચ્ચતમ ભાવ રૂ. 1,722.10 છે જ્યારે દિવસનો નીચો રૂ. 1,562.55 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 953,306 કરોડ રહ્યું છે. તે જ સમયે, HDFCનો શેર રૂ. 367.80 એટલે કે 15.00 ટકાના વધારા સાથે 2820.29 પર જોવા મળી રહ્યો છે. આ સ્ટૉકનો 52 સપ્તાહનો સર્વોચ્ચ ભાવ રૂ. 3,021.10 છે જ્યારે તેનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 2,046.00 છે. શેરનો દિવસનો ઉચ્ચતમ ભાવ રૂ. 2,820.10 છે જ્યારે દિવસનો નીચો રૂ. 2,820.10 છે. કંપનીનું માર્કેટ કેપ 511,292 કરોડ રૂપિયા છે.
બજાજ ફાઈનાન્સ, એસબીઆઈનાં શેરોમાં પણ તેજી
સેન્સેક્સ પર એચડીએફસી, એચડીએફસી બેન્ક ઉપરાંત બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, લાર્સન સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. બજાજ ફાઈનાન્સ 1.13 ટકા વધી 7496.60 પર વેપાર કરી રહ્યો છે. જોકે એમએન્ડએમ, ઈન્ફોસિસ, મારૂતિ સુઝુકી, આઈટીસી, TCS સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમએન્ડએમ 1.59 ટકા ઘટી 812.85 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 1.15 ટકા ઘટી 1880.40 પર કારોબાર કરી રહ્યો છે.
શુક્રવારે નિફ્ટી 206 અંક અને સેન્સેક્સ 708 અંક વધ્યો
ભારતીય શેરબજારોમાં શુક્રવારે સેન્સેક્સ 708 અંક વધી 59276 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 206 અંક વધી 17670 પર બંધ રહ્યો હતો.પાવર ગ્રીડ કોર્પ 3.74 ટકા વધી 224.95 પર બંધ રહ્યો હતો. જોકે ટેક મહિન્દ્રા, સન ફાર્મા, ડો.રેડ્ડી લેબ્સ, ટાઈટન કંપની, ઈન્ફોસિસ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 0.80 ટકા ઘટી 1487.35 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 0.72 ટકા ઘટી 908.25 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ, એચડીએફસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એનટીપીસી 5.93 ટકા વધી 142.95 પર બંધ રહ્યો હતો.