આજના યુગમાં પણ પ્રસ્થાપિત શું તમે ક્યારેય વાંદરાઓને કુદરતી રીતે મરતા જોયા છે? શું તમે ક્યારેય વાંદરાને કૂતરા, બિલાડી,ઉંદર,ગાય વગેરેની જેમ મરેલા પડેલા જોયા છે ખરા? શું તમે ક્યારેય ડિસ્કવરી ચેનલ પર આવું કંઈ જોયું છે? નહિ ને? કેમ? કુદરતી રીતે મૃત્યુ પામેલા વાંદરાઓના મૃત્યુને કે શબને કોઈ જોઈ શકતું નથી? વાંદરો પોતાના મૃત્યુના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલાં પોતાના મૃત્યુનો દિવસ અનુભવે છે, મતલબ કે એને જાણ થઈ જાય છે.. અને ત્યારથી વાંદરો સલામત સ્થળ પસંદ કરી લે છે …
ખોરાક કે પાણી વિના શાંતિથી તે ત્યાં જ બેસી રહે છે…સમજો વાંદરો એક સપ્તાહ સુધી ઇશ્વરની તપસ્યા કરે છે.. આ હકીકત કોઈ પણ ચમત્કાર કરતાં વધુ છે..પરમ કૃપાળુ પરમાત્માની સમગ્ર વાનર જાત ઉપર આશીર્વાદ છે…વિચારો..વાંદર જેવું પ્રાણી એક અઠવાડિયા સુધી એક જગ્યાએ બેસી રહે ..અને તપશ્ચર્યા કરે!!! વાંદરા મૃત્યુ પામવાનો હોય છે, ત્યારે તે શાંતિથી અન્ય કોઈ પણ પ્રાણીઓને કોઈ પણ જાતની ખલેલ પહોંચાડ્યા વિના ગાઢ જંગલમાં ઉધઈના રાફડા પાસે સૂઈ જાય છે અને ઉધઈને પોતાનું શરીરને ખવડાવે છે.
આમ એક ચોક્કસ સમયમાં તેના નાસકો સ્થિર થાય છે. એને તે મૃત્યુ પામે છે..આ એક સત્ય હકીક્ત છે. જો કોઈ વાનર કોઈ અકસ્માતમાં કે અન્ય કારણોસર ગંભીર રીતે ઘાયલ થાય અને મૃત્યુ પામે તો પણ, તેમના સંબંધી અન્ય વાનરો તેને ખેંચી જાય છે.. અને જ્યાં સુધી તેનું શરીર નાશ ન થઈ જાય ત્યાં સુધી તેમને ઊધઈના રાફડાની નજીક રાખશે. એમ કહેવાય છે કે,અંજની પુત્ર વીર બજરંગ બલી હનુમાનજીએ ભગવાન શ્રીરામ પાસે વરદાન માંગ્યું હતું કે,પ્રભુ અમારા મૃત્યુ બાદ પણ આ શરીર કોઈ ને કામ આવે.. અને ભગવાન શ્રી રામજી દ્વારા વરદાન આપવામાં આવ્યું હતું કે,હે ભક્ત હનુમાન! વાનર જાતિને મૃત્યુનું જાણ થઈ જશે..અને ઉધઈના ખોરાક તરીકે વાનરોનું શરીર કામ આવશે..ત્યારથી સમગ્ર વાનર જાત પોતાના મૃત્યુ પછી પણ બીજાને કામ આવી પોતાનું જીવન સાર્થક કરે છે..
વાનરને તેના મૃત્યુ સમયની જાણ થઈ જાય છે..અને ખુદ પોતાનું શરીર ઉધઈને જીવતા જીવત સોંપી દે છે..અને એમ પણ કહેવાય છે..કે,ઉધઈ પણ વાનરના મૃત્યુ સુધી રાહ જોઈ તેના શરીરને ઇજા નથી પહોંચાડતી…. ! અંતે, રસપ્રદ વાત એ પણ છે કે, હિમાલય ઉપર થતી ધાતુની વીર્યવર્ધક અસલ દવા શિલાજીત સ્થાનિક પહાડીક વિસ્તારોના જંગલી વાનરો જ ચાટી જતા હોય છે તેથી એમ પણ કહેવાય છે કે એક વાંદરો, સાત – સાત વાંદરીની જાતીય કામેચ્છા પરિપૂર્ણ કરવા માટે ભારી અને હાબી રહેલો હોય છે જે પણ ભુલાવું નહીં જોઈએ (અભ્યાસ)
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.