દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીના કારણે સત્તાધારી પક્ષના ઇશારે મુસ્લિમ કન્યાઓ માટે હિજાબ વિવવાદ ઊભો કરાયો છે અને ભગવાધારી (ઢોંગી) શાસકોના પાલતુ સંગઠનો ભણવા ખેસ નાંખી વિરોધની રેલીઓ કાઢવા નીકળી પડ્યા છે. આ બધાએ પોતાના ઘર અને પરિવારમાં નજર દોડાવવાની જરૂર છે. હિન્દુ સ્ત્રીઓ હવે ચાંદલા (સૌભાગ્યના) કેમ નથી કરતી? મંગલસૂત્ર પહેરવામાં કે બંગડીઓ પહેરવામાં એમને શરમ કેમ લાગે છે? તમારી સ્ત્રીઓ અને 18/20 વર્ષ સુધીની દીકરીઓ 6 ઇંચની ટુંકી ચડ્ડીઓ પહેરીને જાહેરમાં નીકળે છે. તમે કેમ નથી રોકી શકતા? હિન્દુ ધર્મશાળાઓ વસુદેવ કુટુંબકમની શીખામણ આપે છે. અર્થાત હિન્દુધર્મ સર્વ સમાવેશષક છે. દલિતોના વરઘોડાઓ ઉપર પથ્થરમારા કરો છો તમે હિજાબ વિવાદ ઊભો કરીને પારકા ધર્મની પંચાત કરો છો પરંતુ તમે તમારા પોતાના ધર્મશાસકોને અનુસારો છો ખરા? મોટાભાગના હિંદુત્ત્વાદીઓ ઢોંગી છે પોતાનો ધર્મ સાચવવાની સેવડ નથી અને પારકાને સુધારવા નીકળે છે. મોદી કે અમિતશાહ સહિતનો કયો હિંન્દુત્ત્વાદી દલિત હિન્દુ યુવાન સાથે પોતાના પરિવારની કન્યા પરણાવવા તૈયાર થશે. એમને જાહેરમા પુછો. નકલી હિંદુત્વના ઢોંગ કરવાનું બંધ કરો હવે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તમે તમારું સાચવ્યું છે?
By
Posted on