Charchapatra

ઘરનો તાજો જ ખોરાક-નાસ્તો કરો

આજકાલ ચાઇનીઝ ફૂડના ખૂબ ક્રેઝ છે. બાળકોને ખૂબ ભાવતું ફૂડ છે. પણ બાળકો નાદાન- શું સમજે? કે આ સ્વાસ્થ્ય માટે સારુ નથી. વપરાતી સામગ્રીમાં કોબી-કાંદા (લીલા), લસણ, ટોમેટો સોસ, સોયા સોસ, વીનેગર મરચા-મરી વગેરે. ઝીણી સમારી ઉપયોગમાં લેવાતી હોય છે. જે ખૂબ જ ખરાબ વાત છે. સડેલી હોય છે. સારી કંપનીના ટોમેટો કેચપ પણ નથી વપરાતા, કેરબામાં સસ્તા મળતા હોય છે તે વપરાય છે. ગાજર પણ અને મસાલા પણ શું તાજા-શુધ્ધ વાપરતા હશે? હાલમાં માવઠું ચાલી રહ્યું છે.

વરસાદી વાતાવરણ પણ ચાલી રહ્યું છે. ગંદકી ચારેબાજુ વધી રહી છે આ વસ્તુ શાકભાજીને પણ લાગુ પડે છે. ગંદકીથી ભરેલા કોબીજ તમે જુઓને તો ચીતરી ચડી જાય. ચાઇનીઝ વાળા જથ્થાબંધ સસ્તામાં કદાચ લાવતા હશે. પણ સાફસૂથરું કરીને વાપરો તો લેખે લાગે પણ આ સમયમાં ક્યાં સાફ સફાઇ કરવા જાય. માટે લોકોએ કે આપણે આવા ખોરાક ખાવા ન જોઇએ. પાણીપુરી પણ હિતાવહ નથી. માટે રોગચાળો ફેલાય તે પહેલા આવા ખોરાકનો ત્યાગ કરી સ્વાસ્થ્યને સારુ રાખવા ઘરનો ચોખકો ખોરાક જ ખાવો.
સુરત     – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top