વડોદરા : માંજલપુર પોલીસને ભારોભાર બદનામ કરવાની પેરવી કરતો હર્ષિલ લિંબાચિયાએ ફરાર થઈને પોલીસને દોડતી કરી દિધી હોવા છતા હોસ્પિટલમાં છુટ્ટી હાથકડીમાં સારવાર લેતો હોવાનું બહાર પડતા જ બધું ઍક વિવાદનો વંટોળ ઉઠ્યો છે. વડોદરા અને ઉત્તર પ્રદેશ પોલીસ ની આબરૂ નું ચિર હરણ કરીને પલાયન થઇ જનાર હર્ષિલ લીંબાચિયા હાલમાં છ દિવસના રિમાન્ડ પર માંજલપુર પોલીસ કસ્ટડીમાં છે. ભેજાબાજે પોલીસ રિમાન્ડ થી બચવાનું બહાનું કાઢ્યું હોય તેમ છાતીમાં દુખાવાની ફરીયાદ કરતા તાત્કાલિક ધોરણે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મીડિયાને જાણ થતા જ હોસ્પિટલ માં ધસી ગયાં હતા જ્યા કેટલાંક ચોંકાવનારા દૃશ્યો જોવા મળ્યાં હતાં. ઍક હાથમા છુટ્ટી હાથકડી પહેરેલી હાલતમાં સારવાર લઈ રહ્યો હતો.ઍક પીએસઆઇ અને બે પોલીસ જવાન ના જાપ્તામાં હોવા છતા તમામ ગેર હાજર જણાયા હતા. પોલીસને ચકમો આપવામાં પાવરધો બની ચૂકેલો હર્ષિલ ઉપર આટલી બધી કોની મહેરબાની છે તે બાબતે કેટલાક વેધક સવાલો પુછાયા હતા.
રાજકારણના દિગ્ગજ નેતાઓ,મંત્રીઓ અને તેમના સંતાનો સાથે ગાઢ ઘરોબો ધરાવતા હર્ષિલના અનેક ફોટાઓ તથા વિવાદાસ્પદ વિડિયો વાયરલ થઈ રહ્યા છે મોટા માથાઓની છત્રછાયામાં લોકોને રોફ ઝાડીને વારંવાર છેતરપિંડીના ગુના આચરતો હોવા છતાં પોલીસ તંત્ર પણ જાણી જોઈને તેના પર મહેરબાન હોય તેમ વીઆઈપી સેવાઓ આપી રહી છે. છતાં પણ ભેજાબાજ પોલીસને બદનામ કરતો હોય તેમ રિમાન્ડ દરમિયાન ઢોરમાર મારીને ત્રાસ આપતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. મહા ઠગના ચહેરા પર લેસમાત્ર પણ એક એવી રેખા ન હતી કે તેને પોલીસ કસ્ટડીમાં લઈને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. પોતાની ઉપર થયેલા તમામ ગુના અને ફરિયાદોને નકારતા ઠગ તો એવું પણ જણાવ્યું હતું કે એસીપી કુપાવતે રિમાન્ડ દરમિયાન તેના ગુપ્ત ભાગે વીજળીના શોક પણ આપ્યા છે.
પોલીસ તેના પરિવારજનો સાથે સંપર્ક પણ કરવા નથી દેતી અને ત્રાસ આપે છે તેવા મુદ્દા આગળ ધરીને પોતાના ગુનાને છુપાવવાનો પ્રયાસ કરતો હોય એવું જણાતું હતું. ગંભીર ઘટના બાબતેના સમગ્ર અહેવાલો ઉજાગર થતા જ પોલીસ તંત્ર ફરી એકવાર દોડતું થઈ ગયું હતું. જે રીતે પોલીસ તેની સરભરા કરી રહી છે તે પ્રમાણે તો ગમે ત્યારે મિસ્ટર ઈન્ડિયા બનીને ઉડી જાય તેવું એંધાણ વર્તાઈ રહ્યા છે કારણ કે તેના મળતી આવો હોસ્પિટલની આસપાસ ચક્કર મારી રહ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. અનેક ગંભીર ગુના હાજરી ચૂકેલા હર્ષિલને કાયદાની આંટી ઘૂંટીની તમામ કારણે જાણકારી થી વાકેફ હોવાથી પુરો લાભ ઉઠાવે છે છતા તંત્ર ઉદાસીનતા સેવે છે કે હર્ષિલ ના ગોડફાધરોને ઈશારે કામ કરે છે તે ચર્ચાનો વિષય બની ગયો છે.