ચકચારભર્યા વડોદરા દુષ્ક્રર્મ કેસની તપાસ હવે જયારે સીટ દ્વારા કરાઈ રહી છે ત્યારે તેમાં સંડોવાયેલા આરોપીની ત્વરીત ધરપકડ કરવા આજે રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા આદેશ કરાયો છે. આજે ગાંધીનગરમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીની સત્તાવાર ચેમ્બરમાં મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં વેસ્ટર્ન રેલ્વેના આઈજી સુભાષ ત્રિવેદી સહિત સીટના તમામ સીનીયર અધિકારીઓ હાજર રહ્યાં હતાં. જેમાં આ કેસમાં હાલમાં તપાસમાં શુ પ્રગતિ થઈ છે ? તે મુદ્દે સીટના સભ્યો દ્વ્રારા એક રિપોર્ટ રજૂ કરાયો હતો. સીટના તમામ સભ્યો દ્વારા કઈ દિશામાં તપાસ ચાલી રહી છે તે મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી. આરોપીની ધરપકડ કરવા પોલીસની ટીમ આગળ વધી રહી છે ત્યારે , હર્ષ સંઘવીએ સીટના સભ્યોને ત્વરીત આરોપીની ધરપકડ કરી લેવા સંઘવીએ આદેશ કર્યો હતો.