ભૂપેન્દ્ર પટેલ ઉર્ફે દાદાની સરકારમાં નવા મંત્રી મંડળની જાહેરાત સાથે જ હર્ષની લાગણી છવાઈ ગઈ છે. કારણ કે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીનું નામ જાહેર કરાયું છે. હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ હર્ષ સંઘવી રાજ્યના સૌથી યુવા ડેપ્યુટી સીએમ બન્યા છે.
સુરતમાં હર્ષ સઘંવીના કાર્યાલય બહાર ઢોલ-તાશાના તાલે સમર્થકો ઝૂમી ઉઠ્યાં હતાં. કાર્યકર્તાઓ ટેમ્પો ભરીને ફટાકડા સાથે પહોંચ્યાં હતાં અને ઉજવણી કરી હતી.
તમામ મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઈ શપથ લઈ રહ્યાં છે. જીતેન્દ્ર વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવડિયા
ડો. પ્રદ્યુમન વાજા, રમણ સોલંકીએ શપથ લીધા છે. રાજ્ય કક્ષાના મંત્રીઓ તરીકે ઈશ્વર પટેલ, પ્રફુલ પાનસેરિયા અને મનીષા વકીલને સ્વતંત્ર હવાલો સોંપાયો છે. રાજ્ય કક્ષાના મંત્રીઓ તરીકે કાંતિ અમૃતિયા, રમેશ કટારા અને દર્શન વાઘેલાએ શપથ લીધા છે. આ ઉપરાંત કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, પી સી બરંડા, સ્વરૂપજી ઠાકોર, રિવાબા જાડેજા અને જયરામ ગામીતે પણ શપથ લીધા છે.
ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, કનુભાઈ દેસાઈ અને પરસોત્તમ સોલંકી શપથ લીધા નથી. તેનો અર્થ એ કે ગર્વનરે તેમના રાજીનામા સ્વીકાર્યા નથી. તેઓ મંત્રી તરીકે ચાલુ રહેશે.
ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ આજે તા. 17 ઓક્ટોબરના રોજ થયું છે. પાછલા મંત્રી મંડળમાંથી 9 મંત્રીઓને પડતા મુકાયા છે, જ્યારે 6ને રિપિટ કરાયા છે. આ સાથે જ નવા 9 મંત્રીઓનો સમાવેશ કરાયો છે. નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું છે. દક્ષિણ ગુજરાતને ત્રણ, મધ્ય ગુજરાતને 5 નવા મંત્રી મળ્યા છે. જુઓ મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓનું લિસ્ટ.
સૌરાષ્ટ્ર કચ્છના 9 મંત્રીઓનો સમાવેશ
- કાંતિભાઈ અમૃતિયા
- ત્રિકમ છાંગા
- કુંવરજીભાઈ બાવણીયા.
- પરસોતમ સોલંકી.
- જીતુભાઈ વાઘાણી.
- રિવાબા જાડેજા.
- અર્જુનભાઈ મોઢવાડિયા.
- કૌશિકભાઈ વેકરીયા.
- પ્રદ્યુમન વાંઝા.
દક્ષિણ ગુજરાતને 3 નવા મંત્રી મળ્યા
- ઈશ્વરસિંહ પટેલ.
- ડો.જયરામ ગામિત.
- નરેશ પટેલ
મધ્ય ગુજરાતના નવા મંત્રી
- રમણભાઈ સોલંકી
- કમલેશ પટેલ
- સંજયસિહ મહીડા
- રમેશ કટારા
- મનીષા વકીલ