ક્રિકેટર (Cricketer) હાર્દિક પંડ્યા (Hardik Pandya) ફરી એકવાર સમાચારમાં ચમક્યો છે. આ વખતે બોલિંગ, બેટિંગ માટે નહીં પરંતુ મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર બનેલી એક ઘટનાના લીધે હાર્દિક લાઈમલાઈટમાં આવ્યો છે. મુંબઈ કસ્ટમ દ્વારા હાર્દિકની બે ઘડિયાળ કબ્જે લેવામાં આવી છે. જે પૈકી એક ઘડિયાળની (Watch) કિંમત 5 કરોડ હોવાની ચર્ચા છે. જોકે, હાર્દિકે ઘડિયાળની કિંમત 5 કરોડ નહીં પરંતુ 1.5 કરોડ હોવાનો ખુલાસો કર્યો છે. નોંધનીય છે કે હાર્દિકને મોંઘી ઘડિયાળો પસંદ છે. આ અંગેનો ખુલાસો હાર્દિકે જાતે સોશિયલ મીડિયા પર કર્યો છે.
હાર્દિક પંડ્યા સ્વિત્ઝરલેન્ડની એક કંપનીની મોંઘી ઘડિયાળો પહેરે છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં હાર્દિકે ઈન્સટાગ્રામ પર કેટલાંક ફોટા શેર કર્યા હતા, તેમાં તેની મોંઘી ઘડિયાળોનો ફોટો પણ હતા. હાર્દિક સ્વિત્ઝરલેન્ડની પાટેક ફિલિપ કંપનીની ઘડિયાળો પહેરે છે. હાર્દિક પોટેક ફિલિપ કંપનીનું નોટિલસ પ્લેટિનમ 5711 મોડલની ઘડિયાળ પહેરે છે. દેખાવમાં સામાન્ય લાગતી આ ઘડિયાળની કિંમત 5 કરોડ રૂપિયા છે. આ સિવાય હાર્દિક પાસે રોઝ ગોલ્ડન વોચ પણ છે.
પાટેક ફિલિપ SA એ લક્ઝુરીયસ ઘડિયાળો બનાવતી સ્વિસ કંપની છે. આ કંપની 1839માં સ્થપાઈ હતી. આ કંપનીના વિશ્વભરમાં 400થી વધુ સેન્ટર છે. હાર્દિક પંડ્યા કંપની દ્વારા બનાવાયેલી નોટિલસ સિરિઝની વોચ પહેરે છે. આ વોચના કુલ 31 મોડલ છે. તેમાં સ્ટેનલેસ સ્ટીલ, રોઝ ગોલ્ડન, વ્હાઈટ ગોલ્ડ, પ્લેટિનમ ચેન જેવા મોડલ છે. હાર્દિક પાસે નોટિલસ પ્લેટિનમ 5711 મોડલની વોચ છે.
નોટિલસ પ્લેટિનમ 5711ની ખાસિયતો
આ ઘડિયાળમાં પ્લેટિનમ ચેન હોય છે. તેમાં 40mmનું ડાયલ છે જેમાં સફાયર-ક્રિસ્ટલ કેસ આપવામાં આવ્યું છે, જે ઓટોમેટિક બ્લૂ અને બ્લેક હોય છે. આ વોચનો 120 મીટર પાણીની અંદર પણ ઉપયોગ કરી શકાય છે. વોચની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે.