National

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા બાબતે હરભજન સિંહે કહ્યું, ‘કોઈપણ પક્ષને કોઈ સમસ્યા હશે તો હું…’

નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni), સચિન તેંડુલકર (Sachin Tendulkar), વિરાટ કોહલી (Virat Kohli), રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) સહિત ઘણા ભારતીય ક્રિકેટરોને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. દરમિયાન ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે સ્પસ્ટપણે કહ્યું કે કોઈ જાય કે ન જાય, તે આ કાર્યક્રમમાં ભાગ લેવા જશે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણને અનેક રાજકીય પક્ષોએ નકારી કાઢ્યા બાદ હરભજન સિંહનું આ નિવેદન આવ્યું છે. હરભજને સ્પષ્ટ કર્યું કે તેઓ આજે જે પણ છે તે ભગવાનના આશીર્વાદને કારણે છે. માટે રાજનીતિને મહત્વ ન આપતા હું અયોધ્યા દર્શન માટે જરૂર જઇશ.

હરભજને કહ્યું, ‘આ આપણું સૌભાગ્ય છે કે આ સમયે આ મંદિર બની રહ્યું છે. તેથી આપણે બધાએ જઈને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. પછી ભલે કોઈ જાય કે ન જાય. કારણ કે મને ભગવાનમાં વિશ્વાસ છે, હું ચોક્કસ જઈશ… કઈ પાર્ટી જાય કે કઈ પાર્ટી ના જાય તેનાથી કોઈ ફરક પડતો નથી, હું જઈશ…’.

કોંગ્રેસ પર ટોણો માર્યો, અન્ય પક્ષોને પણ નિશાન બનાવ્યા
દરમિયાન હરભજન સિંહે અન્ય પાર્ટીઓને પણ આડે હાથ લેતા કહ્યું કે જો કોંગ્રેસ જવું હોય તો જવું જોઈએ. જો કોઈને મારા રામ મંદિર જવાથી કોઈ સમસ્યા હોય તો તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. હું ભગવાનને માનું છું. મારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ભગવાનની કૃપા છે. આ કારણે હું ચોક્કસ આશીર્વાદ લેવા જઈશ.

હરભજન સિંહની પાર્ટી AAPએ વિરોધ કર્યો હતો, પછી આ પગલું ભર્યું હતું
દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પણ રાજનીતિ ચાલી રહી છે. કોંગ્રેસ અને AAP સહિતના વિપક્ષી દળોનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. જો કે ત્યાર બાદ આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો હતો અને સુંદરકાંડનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી અને ગુજરાત બાદ હવે હરિયાણામાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવશે.

Most Popular

To Top