જીવનમાં આપણી ઈચ્છાઓ ને અરમાનો જ આપણા ખરાં હમસફર છે. સંત કબીરજીએ ગાયું છે કે શરીર મટી જાય તો પણ આપણી ઈચ્છાઓ-તૃષ્ણાઓ મરતી નથી! મહાન શાયર ગાલિબનો શેર પણ કેટલો સુંદર છે! ‘‘હઝારોં ખ્વાહિશે ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નીકલે! બહોત નીકલે મેરે મેરે અરમાન, લેકિન ફિર ભી કમ નીકલે આપણા અરમાનો એટલાં બધા છે કે એને પાર પાડવા આપણી જીવનયાત્રા પણ ટૂંકી પડે છે. પણ અરમાનો સેવવાં અને તેને સિધ્ધ કરવા ઝઝૂમવું એ જ તો છે. જીવનની મસ્તી! ભલે અરમાનો અધૂરાં રહી જાય પણ સંઘર્ષ પછી પ્રાપ્તિનો આનંદ પણ બેવડાઈ જતો હોય છે, એટલે મંઝિલના એક મુકામથી બીજા મુકામ સુધી પોહંચવા માટેનો આપણો પુરુષાર્થ ઓછો થવો ન જોઈએ.
આભવા-વિનોદ એલ. પટેલ
હજારો ખ્વાહિશે ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નીકલે…
By
Posted on