આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. 13 થી 15 ઓગષ્ટ સુધી હર ઘર અને ઘર ઘર તિરંગા અભિયાનનું જે આહવાન કર્યું તેને દેશની તમામ જનતાએ સહર્ષ વધાવી લીધું. આ ત્રણ દિવસ આખા દેશમાં ગામડે-ગામડે પણ લોકોએ પોતાના મકાન ઉપર અને ધંધાના સ્થળોએ તિરંગો લહેરાવ્યો. એટલું જ નહીં લારીવાળાઓ, ફૂટપાથની છત્રીવાળાઓ, મચ્છી વેચનારાઓ વગેરેએ પોતાના વેચાણની જગ્યાએ પણ તિરંગો લહેરાવ્યો તે જોઈને ખરેખર થાય છે કે લોકોમાં તિરંગા લહેરાવ્યો તે જોઈને ખરેખર થાય છે કે લોકોમાં તિરંગા અંગે ખૂબ જાગૃતિ વધી છે. નાના-મોટા શહેરી, ગામડેના કે હાઈવેના વાહન ચાલકોએ પણ તિરંગો લહેરાવ્યો.
ગ્રામ કક્ષાએ ગામના સરપંચો, સોસાયટીના વહીવટદારો કેટલીક સામાજીક સંસ્થાઓ, કેટલાક સેવાભાવિ વ્યકિતઓ વગેરે એ પણ લોકોને અને ઘરે ઘર મફત ઝંડાઓ વહેંચ્યા. આ એક ખૂબ સારી પહેલ છે. મોદીજીની સરકારે તિરંગાની બાબતમાં નિયમોમાં છૂટછાટ આપી તે પણ ઘણી સારી બાબત છે. સમગ્ર દેશમાં આશરે 30 કરોડથી વધારે તિરંગાઓ વેચાયા છે. એટલું જ નહીં આશરે રૂા. 500/- કરોડથી વધુની વેપારી લેવડ-દેવડ થઈ છે. આ પણ એક સીમાચિન્હ રૂપ ઘટના છે. વિદેશના ભારતીયોએ પણ તેમના મોબાઈલ ડીપીમાં તિરંગા મૂક્યા છે. વડાપ્રધાન શ્રી મોદીજીના કરીશ્માને સલામ !
વલસાડ – આર.કે.પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.