હાલોલ: હાલોલ નગરપાલિકાના કાઉન્સિલર અને ચેરમેન ગિરીશ ઠક્કર પિતાપુત્ર પરિવારજનોએ પાનેલાવ ખાતે આવેલ જમીન પચાવી પાડવા સારું કાવતરું રચી જમીન માલીકની જગ્યાએ ખોટા અને બનાવટી ખોટું સોગંદનામું તૈયાર કરી ઉપરોક્ત જમીનમાં પરિવારજનોનો કોઈ લાગભાગ હિસ્સો ન હોવાનનું જાણવા છતાં નામો દાખલ કરાવી કાવતરામાં સામેલ કરી સંમતી જવાબ તથા તલાટી સાથે મેળાપની કરી તમામ દસ્તાવેજો ખોટા હોવાનું જાણવા છતાં સાચા તરીકે રેવન્યુ કચેરીમાં રજુ કરી ફરિયાદીના હકની જમીન પોતાના નામે કરાવી લઈ જમીન પચાવી પાડી ફરિયાદન બાઈ જમીન પર જતા કાઉન્સિલર આરોપી દ્વારા હવેથી જમીન પર આવસો તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી સાથે ઠગાઈ વિશ્વાસઘાત કર્યા અંગે ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે
હાલોલ પોલીસ મથકમાં રાજેશ્રીબેન તે રાજુભાઈ ઉર્ફે રાજેન્દ્ર ભાઈ વામનભાઇ મોરેના પત્નિ ઉંવર્ષ ૬૦ રહે. ભાસ્કર વિઠ્ઠલવાડા સિધ્ધિ વિનાયક મંદિરની પાછળ, દાંડીયા બજાર વડોદરાનાઓએ ફરીયાદ નોંધાવેલ જેમાં , તેમના પતિ રાજેન્દ્રભાઈ વામનરાવ મોરે હાલોલ ના ઉજેતી ખાતે નોકરી કરતા હતા, તે સમયે તેમને ત્યાં રહેતા નટવરલાલ છગનલાલ ઠક્કર સાથે સારી મિત્રતા હતી. જ્યારે રાજેન્દ્રભાઈનું ૨૦૦૩માં વસાન થયું હતું, તેઓએ ૧૯૯૦ની સાલમાં હાલોલ તાલુકાના પાનેલાવ ગામના જમીન તેના મુળ માલીક નિરંજન મુળચંદભાઈ પરીખ પાસેથી કુલ કિં. ૨૪,૪૯૯/-રૂ માં ખરીદી હતી. જ્યારે તમામ રૂપિયા રાજેન્દ્રભાઈએ ચુકવ્યા બાદ ઉજેતી ગામે રહેતા તેમના મિત્ર નટવરલાલ છગનલાલ ઠક્કરના કહેવા પર તેમને જમીનમાં ભાગીદાર બનાવ્યા હતા, તેમના પરિવારજનો પણ હતી.
નટવરલાલની જમીન પર દાનત બગડતા, તેઓએ રાજેન્દ્રભાઈની જાણ બહાર તેના મુળ માલીકને વિશ્વાસમાં લઈને જમીનનો દસ્તાવેજ પોતાના નામ પર કરાવી લીધો હતો, તલાટી સાથે સાંઠગાંઠ કરી દસ્તાવેજની ખોટી નોંધણી પણ પાનેલાવ કચેરી કરાવતા, રાજેન્દ્રભાઈને તે અંગે જાણ થતાં, તેઓએ તેમના મિત્ર નટવરલાલને જમીન પચાવી પાડવા અંગે તેમના વિરૂદ્ધ ફરીયાદ કરવાનું જણાવતા, નટવરલાલને જમીન હાથમાંથી જતી રહેશે, તેવું જણાતા, તેઓએ પાનેલાવ ગામના તલાટી રૂબરૂ ઉપરોક્ત સર્વે નંબર વાળી જમીનમાં રાજેન્દ્રભાઈનો સરખો ભાગ હોવાનું જણાવી, તેમનું નામ દાખલ કરવા વિનંતી કરતા, તલાટી દ્વારા પંચક્યાસ કરી , સંપૂર્ણ કાર્યવાહી કરીને રાજેન્દ્રભાઈ વામનરાવ મોરે નું નામ કાયદેસરના ભાગીદાર તરીકે કોઈ પણ પ્રકારના વાંધા વગર ઉમેરવામાં આવતા, તેઓ પણ ઉપરોક્ત સર્વે નંબરની જમીનમાં સમાન ભાગીદાર થઈ ગયા હતા.
જ્યારે ૨૦૦૩માં રાજેન્દ્રભાઈ વામનરાવ મોરે નું અવસાન થતાં, તેમના પત્નિ એટલે કે ફરીયાદી પોતે સીધ્ધી લીટીના વારસદાર હતા, મામલતદાર કચેરી ખાતેથી રેવન્યુ રેકર્ડના કાગળો મેળવતા, નટવરલાલે પોતાના ભાગની જમીનમાં તેમના વારસદાર તરીકે ગીરીશકુમાર નટવરલાલ ઠક્કર જે તેમના પુત્ર છે, તેમનું નામ દાખલ કરાવતા તે નામ દાખલ થયેલ હતું. જે બાદ ગીરીશકુમાર નટવરલાલ ઠક્કરની આખ્ખી જમીન પર દાનત બગડતા, તેણે રાજેન્દ્રભાઈના ભાગની અડધી જમીન પચાવી પાડવા માટે એક ખોટુ અને બનાવટી સોગંદનામું તેમના ભાઈ રાજુભાઈ નટવરલાલ ઠક્કરનું નામ દાખલ કરવા સારૂ કરેલ હતું.