નડિયાદ: કપડવંજ તાલુકાના મલકાણાથી ગોટાળીલાટ દનાદરા રોડ બાલાસિનોરને જોડતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી એકદમ તુટેલી અને જર્જરિત હાલતમાં છે. આ રસ્તા ઉપર ઠેરઠેર નાના મોટા ખાડા પડી જવાથી રસ્તો એકદમ ઉબડખાબડ થઈ ગયો છે. બિસ્માર બનેલા રોડના કારણે વાહન ચાલકોને તેમજ રાહદારીઓને ખુબજ મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમજ રોડ ઉપરની કપચી પણ છુટી પડી ગયેલ હોવાથી વાહન ચાલકોને પોતાનું વાહન ચલાવવામાં ભારે અગવડ પડે છે અને નાનામોટા અકસ્માતો થવાની તેમજ રોડ ઉપર કપચીને લીધે ટૂ-વ્હીલર વાહન સ્લીપ ખાઈ જવાની પણ શક્યતાઓ રહે છે તેમજ ટુ-વ્હીલર વાહનો ઉપર થી પડી જવાનો પણ ભય રહેતો હોય છે.
બિસ્માર હાલત રસ્તા થી ઉડતી ધૂળને લીધે ખેડૂતો ને ખેતી માં મોટા પાયે નુકસાન થાય છે.રસ્તા પરથી ધૂળ ની ડમરીઓ ઉડી આરોગ્ય ને નુકસાન થાય તેમ છે. દનાદરા, ભુતિયા ગોકાજી, નીરમાલી તતરથી કપડવંજ જવાનો મુખ્ય રસ્તો આજ છે. જેથી સબંધિત તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ વહેલામાં વહેલી તકે ગરબાડાથી ગાંગરડી તરફનો રસ્તો નવો (રીકાર્પેટિંગ) કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.