Top News

83 તેજસ એલસીએ માટે ભારત સરકારનો એચએએલ સાથે રૂ. 48 હજાર કરોડનો કરાર

બેંગ્લુરૂ,તા. 3(પીટીઆઇ): સરકારે બુધવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 83 તેજસ એલસીએ ખરીદવા માટે રૂ. 48,૦૦૦ કરોડના સોદાને ઔપચારિક રીતે પૂર્ણતા આપી હતી, આ સોદો સરકારે ‘મેક ઇન ઈન્ડિયા સંરક્ષણ કરાર’ ગણાવ્યો હતો.
દેશના પ્રીમિયર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ શોના એરો ઇન્ડિયા -2021 ના ​​ઉદઘાટન સમારોહમાં સંરક્ષણ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ (એક્વિઝિશન), વી.એલ.કાંથ રાવ દ્વારા એઆરએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર આર માધવનને આ કરાર સોંપવામાં આવ્યો હતો. આ સમયે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાજર હતા.


રાજનાથ સિંહે કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે એચએએલને 48,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના ભારતીય વાયુસેના તરફથી નવા દેશી એલસીએ (લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ) તેજસ એમકે 1 એ વિકસાવવા માટેનો ઓર્ડર મળ્યો છે.
સિંહે કહ્યું કે, તે સંભવત: મેક ઈન ઈન્ડિયા સંરક્ષણ કરાર આજ સુધીનો સૌથી મોટો કરાર છે. એચએએલ દ્વારા ઉત્પાદિત તેજસ એક જ એન્જિન અને ખૂબ જ સશક્ત મલ્ટિ-રોલ સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટ છે જે ઉચ્ચ-જોખમવાળા વાતાવરણમાં કાર્ય કરવા સક્ષમ છે.
ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટી (સીસીએસ) એ આઈએએફની લડાઇની શકિતને વેગ આપવા માટે એએચએલમાંથી 73 તેજસ એમકે-આઈએ વેરિએન્ટ અને 10 એલસીએ તેજસ એમકે-આઈ ટ્રેનર વિમાનની ખરીદીને મંજૂરી આપી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top