વડોદરા : ગોધરા ખાતે સાબરમતી ટ્રેનમાં કારસેવકોને જીવતા ભૂ઼જી મારવાના હિચકારા બનાવનો સુત્રધાર મનતાનો હાજી બિલાલનુ ટુંકી સારવાર બાદ સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતુ. શહેર મદદનીશ પોલીસ કમિશનર અલ્પેશ રાજગોરે હાજી બિલાલના મોતને સમર્થન આપતા જણાવ્યુ હતુ કે ગોધરાના સાબરમતી ટ્રેનકાંડમાં સીધા સંડોવાયેલા મનાતા સુત્રધાર હાજી બિલાલને રર નવેમ્બરે શ્વાસોશ્વાસની બિમારીના પગલે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં તબીબોએ તેને ઓકસીજન પર રાખીને સઘન સારવાર આપી હત. જોકે મોડી રાત્રે તબિયત કથળતા મોત થયું હતુ. મૃતકના પરિવારજોએ જાણ કરાતા તેઓ આવી પહોચ્યા હતા. પોલીસે પોસ્ટમોર્ટમની કામગીરી બાદ કાનૂની કાર્યવાહી આટોપીને મૃતદેહ વિધિવત તેના પરિવારજનોને સોપતા અંતિમવિધિ ગોધરા ખાતે કરવા રવાના થયા હતા.
હાજી બિલાલ સહિત સેંકડોના ટોળાએ સાબરમતી ટ્રેનના ડબ્બા પર જવલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી દેતા જેના પગલે સેંકડો નિર્દોષ મુસફારો જીવતા ભુંજાઇને કમકમાટીભર્યા મોતને ભેટ્યા હતા. પિશાચી બનાવના પડઘા દેશભરમાં પડ્યા હતા. દેશભરમાં હાહાકાર મચાવનાર કેસમાં સંડોવાયેલા ૧૧ આરોપીઓને અદાલતે ફાંસીની સજા ફટકારી હતી જ્યારે અન્ય 20 આરોપીઓને ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. જોકે હાજી બિલાલ સહિતના ફાંસીની સજાના કેદીઓએ ગુજરાત હાઇકોર્ટમાં ઘા નાખતા ફાંસીની સજા રદ કરીને સજા ફટકારી હતી. હાજી બિલાલ વડોદરા મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો હતો. અને બિમારી બાદ એસએસજીમાં આખરી દરમ તો્ડયો હતો.