Gujarat

સોખડા હરિધામમાં ગુણાતીત સ્વામીનું નિધન: હરિભક્તોના આક્ષેપથી મામલો ગરમાયો

વડોદરા: વડોદરા(Vadodara) નજીક આવેલા સોખડા હરિધામ મંદિર(Sokhada Haridham Temple)માં વિવાદ(Controversy) શમવાનું નામ જ નથી લઇ રહ્યો. મંદિરમાં સંતો વચ્ચેના વિવાદ બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે. સોખડા મંદિરમાં દુઃખદ ઘટના બની હતી. મંદિરનાં ગુણાતીતસ્વામી(Gunatitaswamy)નું નિધન(death) થયું હતું. મંદિરમાં ગુણાતીત સ્વામીની અંતિમક્રિયાની તૈયારીઓ ચાલી હતી. તે દરમિયાન પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ ગુણાતીત સ્વામીના નિધન અંગે શંકા વ્યકત કરી હતી. જેથી વધુ એક વિવાદ ઉભો થયો છે.

અંતિક ક્રિયા અટકાવી મૃતદેહને પીએમ માટે મોકલાયો
સૂત્રોનું માનીએ તો મોડી રાત્રે ગુણાતીત સ્વામીને હાર્ટઅટેક આવ્યો હતો. જો કે પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ ગુણાતીત સ્વામીના નિધનના કારણ અંગે શંકા વ્યક્ત કરી છે. પ્રબોધ સ્વામીના જૂથે કલેક્ટર કચેરીએ પહોંચી આ અંગે તપાસની માંગ કરતા ગુણાતીત ચરણ સ્વામીની અંતિમક્રિયા અટકાવવામાં આવી હતી. અને મૃતદેહને સ્મશાનમાંથી સીધો પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ગુણાતીત સ્વામીના મૃતદેહનું પોસ્ટમોટર્મ કરવામાં આવ્યું છે. આ તપાસનો રિપોર્ટ સુરતમાં મોકલવામાં આવશે.

અમુક હરિભક્તોમાં સુસાઇડ કર્યા હોવાની પણ ચર્ચા
પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ આશંકા વ્યક્ત કરી છે અને ગુણાતીતસ્વામીનું નિધન શંકાસ્પદ પરિસ્થિતિમાં થયું હોવાની જણાવ્યું હતું. તેમનું અચાનક નિધન થયું છે, જે શંકા ઊપજાવે છે. ગુણાતીતસ્વામીના પાર્થિવદેહ પહેલાં પેનલ પીએમ કરવામાં આવે. સોખડાથી આવેલા હરિભક્તોના જણાવ્યા અનુસાર, ગુણાતીતસ્વામીનું ગઇકાલે મોડી રાતે જ કુદરતી મૃત્યુ થયું હતું, હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની શક્યતા છે. જ્યારે અમુક હરિભક્તોમાં સુસાઇડ કર્યા હોવાની પણ ચર્ચા છે. હરીભક્તોએ હાલ તપાસની માંગ કરી છે.

છેલ્લા 40 વર્ષથી સાધુ હતા
ગુણાતીત ચરણદાસ ગુરુહરિપ્રસાદ દાસ છેલ્લા 40 વર્ષથી સાધુ હતા. તેમના મૃત્યુંની સૌથી પહેલા જાણ પ્રભુપ્રિય સ્વામીને થઈ હતી. તેમનું મૃત્યુંસાત વાગ્યાની આસપાસ થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાબિત થશે કે ગુણાતીતસ્વામીનું મૃત્યુ કયા કારણથી થયું હતું. ગુણાતીતસ્વામીના મૃતદેહને હરિધામ સોખડાથી આવેલી એમ્બ્યુલન્સ અને હરિભક્તોને સોંપવામાં આવશે. એમ્બ્યુલન્સ પરત સોખડા જશે અને સંતોની હાજરીમાં અંતિમસંસ્કાર કરવામાં આવશે.

Most Popular

To Top