Gujarat

સ્વચ્છતાને લઈને ગુજરાતની સ્કુલ દેશમાં પ્રથમ, સુરતની આ શાળા દેશમાં 28માં નંબર પર

સુરત: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન(Union Education Minister) દિલ્હી(Delhi)માં સ્વચ્છ સ્કુલ(clean school) પુરસ્કાર(Award) માટે પસંદ કરાયેલી શાળાઓને પુરસ્કાર આપશે. જેમાં સ્કૂલોના મુખ્ય શિક્ષક કે વોર્ડન અને બાળ સંસદના સભ્યોનું સન્માન કરવામાં આવશે. ભારત દેશમાં ગુજરાત(Gujarat) રાજ્ય 10 સ્કૂલ સાથે પહેલા નંબર(First) પર છે. જેમાં સુરતની ધી રેડિએન્ટ ઇન્ટરનેશનલ સ્કુલ દેશમાં 28માં નંબર પર છે.

નેશનલ ક્લીન સ્કૂલ એવોર્ડ 2021-22ની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ વિભાગ, ભારત સરકાર દ્વારા સ્વચ્છ સ્કુલ પુરસ્કારની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ગુજરાતનીની 10 સ્કુલોને રાષ્ટ્રીય સ્વચ્છ સ્કૂલો પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. રાજ્ય કક્ષાની 26 શાળાઓમાં કેન્દ્રીય ટીમ, દિલ્હી દ્વારા છ મુખ્ય વિષયોના 39 મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. આ યાદીમાં ગુજરાતને પ્રથમ સ્થાન મળ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ સ્કુલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ત્રણ સ્કુલોને રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી.

ગુજરાતની આ 10 સ્કૂલ આવી
ગુજરાતની 10 શાળાઓને કેન્દ્ર સરકાર દ્વારા ઈનામ આપવામાં આવશે. આ શાળાઓની પસંદગી સ્વચ્છતાના વિવિધ ધોરણોને પૂર્ણ કરવા માટે કરવામાં આવી હતી.

  • અમદાવાદની ઇંગોલી પ્રાઇમરી સ્કૂલ દેશમાં ચોથા નંબર પર
  • વોડદરાની ઇટોંલી પ્રાઇમરી સ્કૂલ દેશમાં છઠ્ઠા નંબર પર
  • રાજકોટની દેવદા પ્રાઇમરી સ્કૂલ દેશમાં આઠમાં નંબર પર
  • અમદાવાદની સટવા વિકાસ સ્કૂલ દેશમાં 11માં નંબર પર
  • ગીર સોમનાથની અગા ખાન પ્રાથમિક શાળા દેશમાં 13માં નંબર પર
  • મહેસાણાની કંડી પે સેન્ટર સ્કૂલ દેશમાં 22માં નંબર પર
  • પોરબંદરની નેવ્યા ચિલ્ડ્રન સ્કૂલ દેશમાં 25માં નંબર પર
  • સુરતની ધી રેડિએન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દેશમાં 28માં નંબર પર
  • જામનગરની એર ફોર્સ સ્કૂલ દેશમાં 32માં નંબર પર
  • મહેસાણાની જામીયાટ્રુપા પ્રાથમિક સ્કૂલ દેશમાં 35માં નંબર પર

કયા રાજ્યોની કેટલી સ્કૂલ

  • ગુજરાતમાં 10 સ્કૂલ
  • પોંડિચેરીમાં 06 સ્કૂલ
  • ઝારખંડમાં 03 સ્કૂલ
  • મહારાષ્ટ્રમાં 03 સ્કૂલ
  • હરિયાણાની 02 સ્કૂલ
  • પંજાબમાં 02 સ્કૂલ
  • રાજસ્થાનમાં 02 સ્કૂલ
  • ઉત્તર પ્રદેશની 02 સ્કૂલ
  • પશ્ચિમ બંગાળમાં 02 સ્કૂલ

ક્યારે મળશે એવોર્ડ?
રાષ્ટ્રીય સ્વચ્છ સ્કૂલ પુરસ્કાર માટે દેશના માત્ર 16 રાજ્યોની પસંદગી થઈ શકી છે. તેમાંથી પાંચ રાજ્યોમાંથી માત્ર બે સ્કૂલો અને સાત રાજ્યોમાંથી એક-એક સ્કૂલેની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન 19 નવેમ્બરે દિલ્હીમાં પસંદગીની સ્કૂલોને પુરસ્કાર આપશે. સ્કૂલના મુખ્ય શિક્ષક કે વાર્ડન અને બાળ સંસદના સભ્યોનું સન્માન કરવામાં આવશે. સ્કૂલોને ઈનામ તરીકે 60 હજાર રૂપિયા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે. શિક્ષક દિન નિમિત્તે આ 26 સ્કૂલોને રાજ્ય કક્ષાના પુરસ્કારો આપવામાં આવ્યા હતા.

Most Popular

To Top