SURAT

સુરતમાં ગુજરાતના સૌથી મોટા કાગળના 16 ફૂટના ઇકોફ્રેન્ડલી શ્રીજીનું આગમન

સુરત : સુરતના સૌથી લોકપ્રિય ગણાતા ગણેશોત્સવ શરુ થવાને હવે માત્ર બે દિવસની વાર છે. ત્યારે શહેરભરમાં જુદી જુદી ગણેશ આગમન યાત્રા યોજાઇ રહી છે. ત્યારે રવિવારે વરસતા વરસાદ વચ્ચે સરકાર ગ્રુપના દૂંદાળાદેવનું આગમન થયું હતું.

  • સિટીલાઇટ રોડના સરકાર ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશોત્સવનું આયોજન
  • આ મૂર્તિ 6 ફૂટ પહોળી છે અને તેનું વજન 350 કિલોગ્રામ છે

આ મૂર્તિની વિશેષતા એ છે કે તે માત્રને માત્ર ટિશ્યુ પેપર અને રંગ દ્વારા બનાવવામાં આવી છે. તેની ઊંચાઇ 16 ફૂટ છે અને તે ગુજરાતની સૌથી મોટી કાગળની મૂર્તિ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સિટીલાઇટ રોડના સરકાર ગ્રુપના આ શ્રીજીની મૂર્તિ મુંબઇના મૂર્તિકારે તૈયાર કરી છે અને તે કાગળની છે પરંતુ સાક્ષાત્કાર શ્રીજીના દર્શન થતાં હોય તેવી અનુભૂતિ ભક્તોને થઇ રહી છે. આ મૂર્તિ છ ફૂટ પહોળી છે અને તેનું વજન 350 કિલોગ્રામ છે. રવિવારે રાત્રે આ મૂર્તિનું આગમન થયું ત્યારે તેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને વરસતા વરસાદ વચ્ચે પણ દબદબાભેર તેમની યાત્રા નીકળી હતી. તેની એક ઝલક નીહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતાં. શહેરમાં સ્થાપવામાં આવેલી અન્ય મૂર્તિનું આકર્ષણ અલગ જ છે.

અડાજણમાં ગાર્ડન ગ્રુપના ગણેશ આગમન વખતે સ્ટેજ તૂટી પડ્યો
સુરત: શહેરમાં ગણપતિના આગમનનો માહોલ જમાવટ પકડી રહ્યો છે. વિસર્જનને પણ ઝાંખી પડે તેવી આગમનયાત્રાઓ યોજાઇ રહી છે. ત્યારે અડાજણ વિસ્તારમાં ગણેશજીના ભવ્ય આગમન દરમિયાન એક દુર્ઘટના બની હતી.

ગાર્ડન ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ આગમન કાર્યક્રમમાં લોકોની ભારે ભીડને કારણે સ્ટેજ તૂટી પડ્યું હતું, જેના લીધે બાળકો સહિતના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પણ થઈ હતી. બે મહિલા સ્ટેજની નીચે ફસાઈ જતા લોકોએ સ્ટેજ ઊંચું કરીને બંનેને બહાર કાઢી હતી. મહિલાઓ પગમાં સામાન્ય ઇજા સાથે બચી ગઇ હતી. આ વર્ષે વરસાદને કારણે અત્યાર સુધીમાં સુરતમાં બે મંડપ નમી પડવાની ઘટના બની ચૂકી છે જ્યારે આજે સિંધી સોસાયટીના મંડપ પર વૃક્ષ તૂટી પડ્યું

વિસ્તૃત વિગતો મુજબ ગાર્ડન ગ્રુપ દ્વારા ગણેશજીની ભવ્ય પ્રતિમાના આગમન પહેલાં વિવિધ સાંસ્કૃતિક પ્રતિકૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ અનોખી પ્રતિકૃતિઓને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આયોજકોએ મોટી સંખ્યામાં લોકોને સમાવવા માટે એક વિશાળ સ્ટેજ બનાવ્યું હતું, જેના કારણે મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર પહોંચી ગયા હતા.

આયોજકો અને મહેમાનો સહિત નાના બાળકો સહિતના મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર હાજર હતા, ત્યારે ક્ષમતા કરતા વધુ લોકો હોવાને કારણે, સ્ટેજ અચાનક તૂટી પડ્યું હતું. સ્ટેજ તૂટતા જ નીચે ઉભેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

ભયભીત લોકો જીવ બચાવવા માટે દોડાદોડ કરવા લાગ્યા હતા. અચાનક સ્ટેજ તૂટવાના કારણે બાળકો ગભરાઈ ગયા હતા. આ સાથે જ સ્ટેજ પાસે ઉભેલા લોકોને સામાન્ય ઇજા થઈ હતી. સ્ટેજ પાસે ઊભેલી બે મહિલાના પગ સ્ટેજની નીચે ફસાઈ ગયા હતા. લોકોએ સ્ટેજને ઊંચું કરીને બંને મહિલાને બહાર કાઢી હતી. બંને મહિલાને પગે સામાન્ય ઇજા થઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળતા તંત્ર અને આયોજકો સહિત તમામે રાહત અનુભવી છે.

Most Popular

To Top