આપણા દેશના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ટૂંકમાં જેને “પરખ” તરીકે ઓળખાય છે એનો રિપોર્ટ ચિંતાપ્રેરક છે. રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 ના અહેવાલમાં ગુજરાત રાજ્યના એજ્યુકેશન અંગે ચોકાવનારા તથ્યો બહાર આવ્યા છે. આ રિપોર્ટને આધારે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં ધરમૂળથી ફેરફાર કરવાની આવશ્યકતા છે. 2024 ના વર્ષ માટે રજૂ થયેલા સર્વેક્ષણમાં કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 781 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા. આ અહેવાલમાં શિક્ષણ ક્ષેત્રે સારો દેખાવ કરનારા ટોચના 50 જિલ્લાઓમાં પણ ગુજરાતના એક પણ જિલ્લાના સમાવેશ થતો નથી.
ગાંધીનગરમાં સચિવાલયની નજીક જ વિદ્યા સમીક્ષા કેન્દ્ર આવેલું છે. જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. ગુજરાત સરકાર જો ખરેખર શિક્ષણ માટે ચિંતિત હોય તો શિક્ષણ ક્ષેત્રના તમામ પાસાઓનો વિગતવાર અભ્યાસ કરીને શિક્ષણ સુધારણા કાર્યક્રમ કરવાની આવશ્યકતા છે. “પરખ” ના અહેવાલ અનુસાર આપણા ગુજરાત રાજ્યનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં ઘણું જ નબળું માલમ પડ્યું છે. આ રિપોર્ટને આધારે આપણા રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષણની ગુણવત્તા માટે સુધારો કરવાની જરૂર છે. શિક્ષણના ક્ષેત્રમાં વ્યાપક પણે શુદ્ધિકરણની જરૂર છે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.