Gujarat

ગુજરાતની વાર્ષિક કૃષિ આવક ૧.૪૦ હજાર કરોડે પહોંચી : નીતિન પટેલ

અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભૂમિપૂજન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતોની આવક વધે તે માટે નર્મદા, સુજલામ સુફલામ અને સૌની સિંચાઈ યોજના પગલે ગુજરાતની ખેતી સમૃદ્ધ બની છે. પરિણામે, અગાઉના વર્ષોમાં ગુજરાતની કૃષિ આવક વાર્ષિક રૂ ૭ હજાર કરોડ જેટલી હતી, જે આજે વધીને રૂ.૧ લાખ ૪૦ હજાર કરોડે પહોંચી છે.

પીએમ નરેન્દ્ર મોદીને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે જો મને પૂછવામાં આવે કે નરેન્દ્રભાઈના ઉત્તમ કાર્યો ગણાવો, તો હું સૌથી પ્રથમ ક્રમે નર્મદા યોજનાને મુકું. તેમણે આ અંગેનું કારણ વર્ણવતા કહ્યું કે, નર્મદા યોજના તેમ જ વિવિધ સિંચાઈ યોજનાઓ અને જળસંચય ઝુંબેશના કારણે ગુજરાતમાં જળ-સમસ્યાનો ઉકેલ આવ્યો અને કૃષિ અને સંલગ્ન વ્યવસાયોમાં સમૃદ્ધિ આવી, જેને ગુજરાતના ગ્રામ્ય અર્થતંત્રની કાયાપલટ થઈ છે.

પટેલે જણાવ્યું હતું કે નવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ 11 વીઘામાં આકાર પામશે, જેના કારણે ખેડૂતોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. આ સહકારી વ્યવસ્થાના કારણે ખેડૂતોના માલની હરાજી થતા સારા ભાવ મળે છે, સાચો તોલ થાય છે અને ખેડૂતને તરત જ નાણા મળે છે જેના પરિણામે ખેડૂત વધુ ખમીરવંતો બન્યો છે

Most Popular

To Top