SURAT

હું મારી સફળતાનો શ્રેય ગુજરાતમિત્રના માધ્યમથી મારા સમર્થકોને આપું છું : હરમીત

ઈંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમમાં સુરતના હરમીત દેસાઈનો સમાવેશ કરતી ભારતીય પુરૂષોની ટેબલ ટેનિસની ટીમે સિંગાપોરને 3-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધા સુરતીઓમાં પણ ખુશી છવાઈ જવા પામી હતી. ભારત માટે છેલ્લી ગેમમાં હરમીત દેસાઈ અને જી સાથિયાને ડબલ્સ મેચમાં જીત નોંધાવી હતી. જેમાં હરમીત દેસાઈએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હરમીત દેસાઈએ ગોલ્ડમેડલ મેળવતા સુરતમાં રહેતા તેના માતા-પિતાની આંખમાંથી હર્ષના આંસુ છલકાઈ પડ્યા હતા. આ ગેમ્સ જીતવાનો પહેલેથી જ હરમીત દેસાઈને આત્મવિશ્વાસ હતો તેવું તેના માતા-પિતાએ જણાવ્યું હતું. હું મારી સફળતાનો શ્રેય મારા સપોર્ટર્સને આપવા માંગુ છું. હું ગુજરાતમિત્રના માધ્યમથી મારા તમામ સમર્થકો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરું છું. એમ હરમીત દેસાઈએ જણાવ્યું હતું.

હરમીત જીતે તે માટે ઉપવાસ કરનાર માતા જીત મળતાં જ હર્ષના આંસુએ રડી પડ્યા
હરમીતના માતા અર્ચનાએ આજની હરમીતની મહત્વની મેચમાં હરમીતની જીત થાય તે માટે ઉપવાસ કર્યો હતો અને એવું નક્કી કર્યું હતું કે, હરમીતની જીત પછી જ જમશે. જેવી હરમીતે જીત મેળવી કે તુરંત તેની માતા અર્ચનાની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા. જીત બાદ માતાએ જમવાને હાથ લગાડ્યો હતો.

Most Popular

To Top