સત્ય દર્શન બતાવવું એ ગુજરાતમિત્ર વર્ષોથી ભેખ લઇને બેઠુ છે. કયારે કોઇ રાજકર્તા કે ઉચ્ચ અધિકારીના શરણ હેઠળ દબાયા નથી. ‘કાણાને કાણો કહેવું કડવું લાગે વેણ, ધીરે રહીને પુછીએ કે સાથી ખોયા નેણ’. સમાજમાં લઘુગ્રંથીથી પીડાતા આપણા જ ભાઇઓ ગુજરાતમિત્રના સત્ય દર્શનથી એટલા ભાવ વિભોર થાય છે કે ન પૂછો વાત. પોતાની જ ફરિયાદ કે ઘુંઘવાટ બીજા દ્વારા પણ થાય છે તે બદલ ગુજરાતમિત્ર ચર્ચાપત્ર વિભાગને લાખ લાખ અભિનંદન.
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.