Charchapatra

 ‘ગુજરાતમિત્ર’ એ અરીસો છે

વાત છે મારા લખેલ ચર્ચાપત્ર ‘નમન નમન મેં ફેર હૈ’પ્રકાશિત થતાં વિલંબ થયો. એટલે મિત્રો સાથે તા.8મીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂટણીનાં પરિણામ ટી.વી. ઉપર જોતાં જોતાં વાત કરી તો મારા મિત્રોએ કહ્યું કે તારું ચર્ચાપત્ર નહીં છપાય. આશા છોડી જ દેજે. મેં તેમને કહ્યું કે ગુ.મિત્ર એ માત્ર સમાચાર પત્ર જ નથી પણ સમાજ માટે એ અરીસો છે. જે જુવે છે. જેવું દેખાય છે. જેવું જાણે છે એવું બિલકુલ સાચું હોય તો ગુ-મિત્ર એ લખાણ પ્રકાશિત કરે જ છે અને ચૂટણીનાં પરિણામની સાથે તા.9મીએ ગુ-મિત્રમાં ‘નમન નમનમેં ફેર હૈ’- પ્રકાશિત થયું. જે મિત્રોને વંચાવતા બધાના મોઢે અલીગઢનાં તાળાં લાગી ગયાં. હું સાચો સાબિત થયો.
સુરત     -કીકુભાઈ જી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સર્વકાલીન સાઈકલ
દૂર દૂર ગામડેથી અભ્યાસ માટે શાળાએ આવતાં વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓ પગપાળા જ આવતાં જતાં. ખાબોચિયાં, કાદવ ખૂંદી, ખભે દફતર ભેરવી, પારાવાર, મુશ્કેલી વેઠી વર્ષો પૂરાં કરતાં. મુશળધાર વરસાદમાં મુશ્કેલી વધે. અમારાં કિશોર ગ્રુપમાં  એક વિદ્યાર્થી સાયકલ લાવ્યો. રેલે, ફિલીપ્સ પંકાયેલ કંપની. મહત્ત્વનું વ્હેહીકલ. મહારાષ્ટ્રનું પૂના શહેર સાયકલ માટે પંકાયેલું. રૂઆબ ભારે. આજે પણ ઓછા ખર્ચ જાળવણી કાજ. ટ્રીન ટ્રીન કર્ણપ્રિય અવાજ.  ફરી સાયકલનો પુન: ઉધ્ધાર કરવા વિદ્યાર્થિની તેમજ વિદ્યાર્થીઓની મજલ સરળ બનાવવા જથ્થાબંધ સાયકલો સંચાલકોને સુપરત કરાઈ.

જૂજને જ ન્યાય મળ્યો ! બાકીની ધૂળ ખાતી પડી રહી. એક સમાચાર મુજબ હવે પડતર સાયકલોને રંગરોગાન કરાશે. વિતરણ કેમ ન થયું? આ પરિસ્થિતિનું સર્જન કેમ થયું? સરતચૂક આયોજનમાં કે બેદરકારી! બર્નાડ શો નોંધે છે ‘‘ નાનપણમાં હું દસ કામ કરતો તેમાંથી નવ નિષ્ફળ જતાં, પણ મેં નક્કી કર્યું મારે નિષ્ફળ નિવડવું જ નથી. એટલે મેં દસ ગણા વધારે કામ કરવા માંડ્યાં.’’ સૂઝને ધન્યવાદ. સીટ, કેરિયર, બ્રેક, ચકચકતા વ્હીલ, બાર પર બેબીસીટ આ હતા સાયકલનાં ઘરેણાં.
કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top