SURAT

ગુજરાતમિત્ર ઇમ્પેકટ : પાંડેસરા જીઆઇડીસીમાંથી ડી સ્ટાફ સહિત 7 કોન્સ્ટેબલની હકાલપટ્ટી

સુરત : કમિશનર (Surat police commissioner) અજય તોમર (Ajay tomer)ના આદેશ પછી પાંડેસરા જીઆઇડીસી (Pandesara gidc)માં દેશી દારૂનો મોટો સપ્લાયર (Liquor supplier) એવા કાલૂ ટૂંડીને ત્યાં તેના લગ્નમાં દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા. તેમાં પચ્ચીસ કરતા વધારે લોકોની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. અલબત આ ધરપકડમાં સેંકડો માણસો સ્થળ પર હાજર હોવા છતાં સામાન્ય મજૂર જેવા લોકોને પકડી પાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત કૃણાલ જેવા બુટલેગર (bootlegger)ને ત્યાં સ્ટેટ વિજીલન્સના દરોડા પછી કેશિયર રાજુ દેસાઇ અને સુરેશના ઇશારે પાસાની કાર્યવાહી કરવામાં આવી નથી. દરમિયાન સામાન્ય બુટલેગર જો દોઢ હજાર માણસોનો કર્ફયુમાં જલસો કરતો હોય અને તેને છોડી દેનાર પાંડેસરા પોલીસ સામે કાર્યવાહીના નામે સાત જેટલા કોન્સ્ટેબલોને ડી સ્ટાફમાંથી છૂટા કરવાનું નાટક કરાયું છે. જે લોકોને પોલીસ સ્ટેશનની બહાર કાઢવા જોઇએ તે લોકોને પાંડેસરા પોલીસમાં જ રાખીને ડી સ્ટાફ વિસર્જનનું નાટક કરાયું છે. દરમિયાન કાલૂ ટૂંડીને છોડી દેવાનો કેસ ઉપરાંત પાંડેસરા પોલીસ દ્વારા પકડાયેલા આરોપીને છોડી દેવા જેવા ગંભીર આક્ષેપો પછી પણ કોઇ ક્રોંકીટ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ ગંભીર આક્ષેપો સામે કમિ. તોમર તપાસ કરે તે જરૂરી છે.

પચાસ લાખનું સેકશન આપનાર કાલૂના લગ્નમાં પાંડેસરા, સચિન, ઉધના, લિંબાયતનો સ્ટાફ હાજર હોવાની વાત
કાલૂ ટૂંડી શહેરમાં પાંડેસરા, લિંબાયત, સચિન, ઉધના વિસ્તારમાં દેશી દારૂનો એક માત્ર સપ્લાયર હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ બુટલેગરના લગ્નમાં એક હજાર કરતા વધારે માણસોમાં સચિન, પાંડેસરા, ઉધનાનો સ્ટાફ પણ હાજર હોવાની વાત છે. દરમિયાન મહિને લાખ્ખો રૂપિયાનું સેકશન આપતા આ બુટલેગરને પાંડેસરા જીઆઇડીસી પોલીસે કર્ફયુ હોવા છતાં લગ્ન માટે જયાફત કરવાનો પરવાનો આપી દીધો હતો. તેમાં કેશિયર રાજૂ દેસાઇ અને સુરેશના આ બુટલેગર પર ચાર હાથ હોવાની વાત છે.

આ કેસમાં કમિશનર અજય તોમરના આદેશ પછી ધરપકડ કરવામાં આવી તેમાં જેના લગ્ન હતા તે કાલૂ ટૂંડીને ત્વરીત છોડી દેવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. સરવાળે પાંડેસરા જીઆઇડીસી પોલીસે બુટલેગરો સાથે તેમની વફાદારી કાગળ પર પણ સાબિત કરી દીધી હોવાની ચર્ચા છે. ડીસીબી, પીસીબી, એસઓજી સાથે પણ કાલૂ ટૂંડીનો ઘરોબો હોવાને કારણે આ બુટલેગર બેફામ હોવાનો આ સૌથી મોટો પૂરાવો મળ્યો છે.

Most Popular

To Top