Charchapatra

‘ગુજરાતમિત્ર’નું એક ખાસ મહત્ત્વ છે

 ‘ગુજરાતમિત્ર’ના ત્રણ ત્રણ પેઢીનાં વાચકો આજે પણ છે એ જ ‘ગુજરાતમિત્ર’ની લોકપ્રિયતાની સાબિતી આપે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતનું લોકપ્રિય અને લોકભોગ્ય અખબાર આજે 16 દાયકા પૂરા કરી 17માં દાયકામાં પ્રવેશ કરે છે ત્યારે આનંદ અને હર્ષની લાગણી સૌ વાચકો અનુભવે છે. ‘ગુજરાતમિત્ર’ વિવિધાપૂર્ણ અને સર્વાંગી અખબાર પ્રસિધ્ધ થવાથી તેના વાચકો ગૌરવ અનુભવે છે. વિવિધતાસભર અખબાર હોવાથી ગુજરાતના ‘વાચકોનું પોતીકું અખબાર’ બની ગયું છે. આજે આ વિધાન એનું પ્રમાણ આપે છે. ‘ગુજરાતમિત્ર’, વડીલોનું યુવાનોનું અને નારીઓનું અખબાર હોવાથી તે તમામ વર્ગનાં લોકોને ધ્યાનમાં રાખીને પ્રસિધ્ધ થઈ રહ્યું છે એવું સહેજે અનુભૂતિ થઇ જાય છે.

લોકો સાથે સતત જોડાઇ રહેતા ‘ગુજરાતમિત્ર’ વાચકોના વિચારો, તેમનાં મંતવ્યો ચર્ચાપત્ર વિભાગ દ્વારા રજૂ કરે છે એ પણ ‘ગુજરાતમિત્ર’નું એક મોટું જમા પાસું છે. અમારે બોટાદ (ભાવનગર) સૌરાષ્ટ્રમાં ‘ગુજરાતમિત્ર’ અખબાર મળી શકતું નથી પરંતુ હું અવારનવાર સુરત-વલસાડ આવવાનું થાય છે ત્યારે હું જેટલા દિવસો રોકાઉં છું ત્યારે એટલા દિવસો માટે ‘ગુજરાતમિત્ર’ અચૂક મંગાવીને વાંચીને આનંદ અનુભવું છું. ‘ગુજરાતમિત્ર’ના જુદા જુદા દિવસે જુદા જુદા વિભાગોમાં વિવિધ પ્રકારની સાહિત્ય સામગ્રી વાંચીને સંતોષ થતો હોય છે. ‘ગુજરાતમિત્ર’ ઓનલાઇન પણ વાંચવા મળે છે. ‘ગુજરાતમિત્ર’ આમ જનતાના પ્રશ્નોને વાચા આપી જનસેવા કરતું રહે એવી હાર્દિક શુભેચ્છાઓ.
બોટાદ સૌરાષ્ટ્ર, મનજીભાઇ ડી. ગોહિલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top