કોરોનાવાયરસ અને ઓમિક્રોનના કકળાટ વચ્ચે ગુજરાતીઓ માટે અને ખાસ તો ગુજરાત સરકાર માટે કંઇક આનંદના સમાચાર આવ્યા છે અને તે એ કે સુશાસન અથવા સારા સરકારી વહીવટની બાબતમાં ગુજરાત રાજ્યનો દેશમાં પ્રથમ ક્રમ આવ્યો છે, જેના પછી મહારાષ્ટ્ર અને ગોવાનો ક્રમ આવ્યો છે જ્યારે ઉત્તર પ્રદેશે સારા વહીવટની બાબતમાં પોતાનો દેખાવ નોંધપાત્ર સુધાર્યો હોવાનું સુશાસન ઇન્ડેક્સ જણાવે છે. ઘણા લોકો કદાચ આની સાથે સહમત નહીં થાય. ઘણા લોકોને ગુજરાત સરકારના વહીવટ બાબતે ફરિયાદો હશે, પરંતુ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ મુજબ તો ગુજરાતનો વહીવટ અન્ય રાજ્યોના વહીવટના પ્રમાણમાં ઘણો સારો છે.
શનિવારે ઉજવાયેલા સુશાસન દિન નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ(જીજીઆઇ) લોન્ચ કર્યો હતો. આ ઇન્ડેક્સ સારા વહીવટની બાબતમાં કયા રાજ્યની સ્થિતિ કેવી છે તે દર્શાવે છે. આમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ રાજ્યોના વહીવટ બાબતમાં દેખાવની પણ નોંધ લેવામાં આવી છે. આમાં અન્ય રાજ્યો ગ્રુપ-એ, ગ્રુપ-બી, ઉત્તર પૂર્વીય અને પર્વતીય રાજ્યો તથા સંઘ પ્રદેશો એમ ચાર કેટેગરી નક્કી કરવામાં આવી છે. આમાં કમ્પોઝિટ રેન્કિંગમાં ગુજરાતનો ક્રમ ટોચ પર આવ્યો છે, જેના પછી મહારાષ્ટ્ર અને ગોવા આવ્યા છે. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ના સમયગાળામાં ઉત્તર પ્રદેશે વહીવટની બાબતમાં પોતાના દેખાવમાં ૮.૯ ટકાનો સુધારો નોંધાવ્યો છે, જ્યારે આ જ સમયગાળામાં જમ્મુ અને કાશ્મીરે ૩.૭ ટકાનો સુધારો નોંધાવ્યો છે.
કમ્પોઝિટ જીજીઆઇ સ્કોર્સમાં ૨૦ જેટલા રાજ્યોએ પોતાનો દેખાવ સુધાર્યો છે એમ આ ઇન્ડેક્સ જણાવે છે. સંઘ પ્રદેશોની કેટેગરીના કમ્પોઝિટ રેન્કિંગમાં દિલ્હીનો પ્રથમ ક્રમ આવ્યો છે. વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ જીજીઆઇ ૨૦૨૧ ઇન્ડેક્સ શનિવારે સુશાસન દિવસ નિમિત્તે અહીં વિજ્ઞાન ભવન ખાતે ગૃહ મંત્રી અમિત શાહે લોન્ચ કર્યો હતો. જીજીઆઇનો હેતુ તમામ રાજ્યો અને સંઘ પ્રદેશોનો વહીવટની બાબતમાં ડેટા ભેગો કરીને તેમની સરખામણી કરવાનો છે. આર્થિક વહીવટ, માનવ સંસાધન વિકાસ, જાહેર માળખું અને ઉપયોગો, સામાજીક કલ્યાણ અને વિકાસ, ન્યાય અને જાહેર સુરક્ષાની બાબતમાં ગુજરાતે મજબૂત દેખાવ કર્યો છે. જ્યારે મહારાષ્ટ્રે કૃષિ અને સંલગ્ન સેકટર, માનવ સંસાધન વિકાસ, સમાજ કલ્યાણ અને વિકાસ જેવી બાબતોમાં ઘણો સારો દેખાવ કર્યો છે.
વહીવટની બાબતમાં ગુજરાતે ૧૨.૩ ટકા જ્યારે ગોવાએ ૨૪.૭ ટકા સુધારો ૨૦૧૯ના ઇન્ડિકેટરોની સરખામણીમાં દર્શાવ્યો છે. જીજીઆઇ ૨૦૨૧ના ફ્રેમવર્કમાં ૧૦ સેકટરો અને પ૮ ઇન્ડિકેટરો આવરી લેવામાં આવ્યા હતા. ઘણા માપદંડોની રીતે ગુજરાત સરકારનો વહીવટ સારો જણાયો છે. આમાં એવું છે કે ટીકાકારોને બધુ ટીકા કરવા યોગ્ય જ લાગે અને ટેકેદારો, પ્રશંસકોને બધુ વખાણવા લાયક જ લાગે. આથી ગુજરાત સરકારના ટીકાકારો આ ઇન્ડેક્સના તારણો સાથે સહમત નહીં થાય અને રાજ્ય સરકારના પ્રશંસકો ખૂબ ઉત્સાહમાં આવી જશે. પરંતુ એવી આશા રાખી શકાય કે આ ઇન્ડેક્સ પુરતી કાળજી સાથે તટસ્થતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યો હશે. કેન્દ્રના શાસક ભાજપની સખત વિરોધી એવી હાલની મહારાષ્ટ્ર સરકારને સુશાસનની બાબતમાં ભાજપ શાસિત ઘણા રાજ્યો કરતા આગળ એવું બીજું સ્થાન આમાં મળ્યું છે તે બાબત નોંધપાત્ર છે.
ગુજરાતે જાહેર સલામતીની બાબતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો તે બાબત સાથે કોઇ અસહમત થઇ શકે તેમ નથી. ગુજરાતના જાહેર જીવનમાં જેટલી સલામતી છે તેટલી દેશના અન્ય કોઇ રાજ્યમાં ભાગ્યે જ હશે. અહીં મોડી રાત્રે પણ મહિલાઓ અને યુવતીઓ પણ એકલી ફરી શકે છે. અન્ય રાજ્યો કરતા ક્રાઇમ રેટ અહીં નોંધપાત્ર ઓછો છે અને કેટલાક અપવાદો બાદ કરતા દાયકાઓથી અહીં આ સ્થિતિ રહી છે. આને માટે કેટલાક દારૂબંધીને અને ગુજરાતી પ્રજાના સ્વભાવને યશ આપે છે અને તેમાં થોડું તથ્ય પણ છે. સરકારી કચેરીઓના અનુભવ વગેરે બાબતે જુદા જુદા લોકોનો જુદો જુદો અનુભવ હોઇ શકે છે, પરંતુ સુશાસનની બાબતમાં ગુજરાતનો દેશમાં પ્રથમ ક્રમ આવ્યો છે તે એક આનંદની વાત તો છે જ. આશા રાખીએ કે રાજ્યના બધા જ લોકો આ ઇન્ડેક્સના તારણો સાથે ઉત્સાહથી સહમત થઇ શકે તેવી સ્થિતિનું નિર્માણ થાય.