સને 1990માં મારા દિકરાએ યુપીએસસી કલીયર કરવા માટે ગુજરાતમાં તે સમયે કોઇ માર્ગદર્શકે ટયુશન કલાસીસ ન હતા. તેથી આ અભ્યાસક્રમ પાસ કરવા માટે તે એસએસસીમાં હતો ત્યારથી જ ટારગેટ બનાવી દીધો હોવાથી સને 1990માં ન્યુ દિલ્હી ખાતેના એક ટયુશન કલાસીસ પસંદગી કરી ત્યાં રૂબરૂ મળવા જતા જે અનુભવ થયો તે દરેક ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ચોંકાવનારો હતો. એક જાણીતી એકેડમીમાં એડમીશન માટે હું મારા દિકરા સાથે ન્યુ દિલ્હી ગયો હતો, નામની વિગત તેના ડીરેકટરને નિયત કાપલીમાં કેબીનમાં મોકલી આપતા થોડીવાર પછી અમને પ્રવેશ મળ્યો. મારા દીકરા સાથે સીધી વાત કરી. મોંઘી ફી નક્કીક રી ડીરેકટરએ એક ફોર્મ ભરવાનું આપ્યું. જેમાં કાસ્ટ (જાતિ)ની કોલમ હતી.
જેમાં મે ગુજરાતી એવુ લખી ફોર્મ પરત કરતા તે ફોર્મનો અભ્યાસ કરી ડિરેકટર એકદમ ગુસ્સે થઇ ગયા અને પૂછયું આપ ગુજરાતી હો મેં કહ્યું હા. તો કહે આપ યહાં તક કૈસે આ ગયે? યહાં આજતક કોઇ ગુજરાતી આયા નહીં હૈ. મેને તો આપકી સરનેમ દેખ કે અંદર બુલાયા થા… વ.વ. ત્યારે એવું લાગ્યું ખાલી તેને ધક્કો મારીને બહાર જ કાઢવાનું બાકી રહ્યું હતું. આ પરીક્ષા પહેલા અનેક ટ્રાયલો પછી પાસ કરી શકાતી હતી પરંતુ હવે તો માર્ગદર્શકો ગાઇડ અને ઉમદા ટયુશન કલાસીસ ઉપલબ્ધ હોય ત્યારે બુધ્ધિશાળી ગુજરાતી વિદ્યાર્થીઓએ આ ક્ષેત્રમાં મહેનત કરી પોતાના પરિવાર અને રાજયનું નામ પણ ગૌરવવંતુ કરે.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે