ગુજરાતી સિનેમાના સોનેરી ઈતિહાસના સાક્ષી અને પોતાનું યોગદાન આપનાર એવા અરવિંદ જોશીનું (arvind joshi) નિધન થયું છે. અરવિંદ જોશી બોલીવૂડ અભિનેતા શર્મન જોશી (sharman joshi) ના પિતા છે. આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે.
અરવિંદ જોશીએ 1975માં આવેલી શોલે (sholay) માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ હતુ. જ્યારે 1969માં આવેલી ઈત્તેફાક અને અપમાન કી આગમાં પણ કામ કર્યું હતુ.
તેઓ પ્રખર નાટ્યકાર પ્રવીણ જોશીના ભાઈ હતા. આમ તો એમની ઓળખાણ આ નથી છત્તા તેમના સંતાન શરમન જોશી અને માનસી જોશી છે, જેઓ પોતે પણ ખૂબ સારા સ્ટેજ આર્ટિસ્ટ્સ છે, તેઓ પણ તેમની અભિનયની શરૂઆત તેમના પિતા અરવિંદ જોશી અને પ્રવીણ જોશીની સાથે જ કરી હતી. અરવિંદ જોશી ઘણા બધા લોકોના મેન્ટોર પણ રહી ચુક્યા છે.