Gujarat

યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓને કોરોનાની રસી કે બૂસ્ટર ડોઝને કોઈ લેવાદેવા નથી: કેબિનેટ પ્રવક્તા

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં (Youth) હાર્ટ એટેકની (Heart Attack) ઘટનાઓના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેનું કારણ કોરોના (Corona) રસીને (Vaccination) માનવામાં આવી રહ્યુ હતું. ત્યારે રાજ્યના કેબિનેટ પ્રવકત્તા કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે આજે કેબિનેટ બેઠકમાં છેલ્લા કેટલાંક માસથી યુવાઓના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થાય છે, તે મુદ્દે પણ ચર્ચા થઈ હતી. સરકાર આ બાબતે ચિન્તિત પણ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ મુદ્દે એક કમિટીની રચના કરાઈ છે, તેમાં નિષ્ણાંતો પણ છે. જો કે આઈસીએમઆર (ICMR) દ્વારા પહેલેથી સ્પષ્ટ કરી દેવાયું છે, કે યુવાઓના હાર્ટ એટેકથી થઈ રહેલા મૃત્યુ માટે કોરોનાની રસી કે બૂસ્ટર ડોઝને કોઈ લેવાદેવા નથી.

અલબત્ત, ગુજરાત સરકાર પોતાની રીતે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. દેસાઈએ વધુમાં ઉમેર્યુ હતું કે, એકલા ગુજારતમાં જ આ રીતે હાર્ટ એટેકના કારણે યુવાઓના મૃત્યુ થઈ રહ્યા હોય તેવું નથી. ભારતના અન્ય રાજ્યોમાં પણ આ રીતે મૃત્યુની ઘટના બની રહી છે. જેના માટે યુવાઓની જીવનશૈલી પણ એટલી જ જવાબદાર છે. તેમ છતાં તેના કારણોની તપાસ ચાલી રહી છે. હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે તે યુવાઓના પોસ્ટમોર્ટમ તથા તેની આગળની વૈજ્ઞાનિક તપાસ પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં 1060થી વધુ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે.

રાજ્યના મુખ્ય પાંચ શહેરોમાં 100 મીટરથી ઊંચા સ્કાયરાઈઝ બિલ્ડિંગ્સ બનશે

રાજ્યના પાંચ મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં સ્કાયરાઇઝ બિલ્ડીંગ્સ, 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતોના નિર્માણ માટે બાંધકામ નિયમોમાં ૨૦૨૦માં વિશેષ જોગવાઈઓ દાખલ કરેલી છે. આના પરિણામ રૂપે આ મહાનગરોમાં જમીનોના મહત્તમ ઉપયોગ સાથે સંપૂર્ણ કોર્પોરેટ બિલ્ડિંગ્સ અને ઉંચા કોમર્શિયલ પ્રોજેક્ટસ શરૂ થવા જઈ રહ્યા છે.

Most Popular

To Top