સુરત: શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સમસ્ત રાજ્યભરમાં નવી એજ્યુકેશન પોલિસી અમલી બનાવ્યા બાદ યુજી અને પીજીના ઉમેદવારોને રિઝલ્ટ સાથે સર્ટિફિકેટ અને ડિપ્લોમા સર્ટિફિકેટ આપશે.
- પહેલા બેચને 1st કે 2nd યર પાસ કર્યા પછી રિઝલ્ટ સાથે સર્ટિફિકેટ અને ડિપ્લોમા સર્ટિફિકેટ અપાશે
- દરેક ઉમેદવારોને પહેલા ડેશ બોર્ડ અને ઇ-મેલથી સોફ્ટ કોપીમાં આપ્યા બાદ હાર્ડ કોપી પણ અપાશે
- VNSGUની નવી એજ્યુકેશન પોલિસીની ફળશ્રૃતિ
યુનિ.નાં અંતરંગ સૂત્રોના જણાવ્યાનુસાર ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી મળ્યા બાદ અમલ કરનાર ગુજરાત પહેલું રાજ્ય બનશે. એ પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલ મૂકી છે, જેમાં વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય કરાયો હતો. વિદ્યાર્થીઓ જેટલો અભ્યાસ કરશે એટલાં જ સર્ટિફિકેટ કે ડિપ્લોમા સર્ટિફિકેટ કે પછી ડિગ્રી અપાશે. જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો ના ગણાશે અને એને રોજગાર મેળવવામાં પણ મદદ મળશે.
ઇ-મેલથી સોફ્ટ કોપીમાં આપ્યા બાદ હાર્ડ કોપી આપશે
પ્રવર્તમાન એપ્રિલ મહિનામાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના રેગ્યુલર કોર્સોની પરીક્ષા પૂર્ણ થશે. આ પરીક્ષાનાં રિઝલ્ટ સાથે સર્ટિફિકેટ કે ડિપ્લોમા સર્ટિફિકેટ કે પછી ડિગ્રી પ્રમાણપત્ર આપવા તજવીજ શરૂ કરી દેવાઇ છે. વીર નર્મદ યુનિવર્સિટી શરૂઆતમાં વિદ્યાર્થીઓને ડેશ બોર્ડ અને ઇ-મેલથી સોફ્ટ કોપીમાં આપ્યા બાદ હાર્ડ કોપી આપશે. એજ્યુકેશન પોલિસી મુજબ યુજીના પહેલા અને બીજા સેમમાં તમામ વિષયોમાં પાસ થનારા વિદ્યાર્થીને તે બે સેમે.ના સીજીપીએને અનુસરી સર્ટિફિકેટ અપાશે તથા એકથી ચાર સેમમાં તમામ વિષયો પાસ કરનારા વિદ્યાર્થીઓને તે ચારેય સેમેસ્ટરના સીજીપીએ અનુસરી ડિપ્લોમા સર્ટિફિકેટ અપાશે.
તેવી જ રીતે પીજીમાં પહેલા અને બીજા સેમેસ્ટર પાસ કરનારા તે બે સેમેસ્ટરના સીજીપીએ અનુસરી ડિપ્લોમા સર્ટિફિકેટ અપાશે. જ્યારે યુજી-પીજીના ફાઇનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવા માટે જે રીતે ફોર્મ ભરવાની પ્રોસેસ છે, તે જ રીતે કાર્યવાહી કરી ડિગ્રી અપાશે.