ગુજરાતમાં કોરોનાની બીજી લહેર (Corona second wave)નો ખતરો ઓછો થઈ રહ્યો છે, અને કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ધીરે ધીરે ગુજરાત અનલોક (Gujarat unlock) તરફ વળી રહ્યું છે. અને સરકારે આપેલી છૂટછાટ મુજબ આજથી ગુજરાતમાં અનેક નિયંત્રણ દૂર કરવામાં આવશે.
એક સમયે ગુજરાતના મોટા શહેરો (Metro city)માં સંપૂર્ણ લોકડાઉન કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ હતી, પણ સરકારે રાત્રી કરફ્યૂ (curfew) સતત યથાવત રાખતા હાલ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, અને એક અંદાજ મુજબ બીજી લહેર શાંત થઇ રહી હોવાના અણસાર દેખાય રહ્યા છે. ત્યારે 36 માંથી 18 શહેરો આજથી કરફ્યૂ મુક્ત થયા છે. એટલે કે, માત્ર 18 શહેરોમાં જ રાત્ર 10 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. સાથે જ હોટલ, ગાર્ડન, મલ્ટીપ્લેક્સ બધુ જ આજથી ખૂલશે (Hotel-garden-multiplex open). આ છૂટછાટો 10 જુલાઈ સુધી લાગુ રહેશે.
માત્ર ગુજરાતના આ 18 શહેરોમાં જ થશે કરફ્યૂનુ પાલન
ગુજરાત રાજ્યની અમદાવાદ, સુરત સહીત આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ, ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો હજી યથાવત રહેશે. જો કે આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. અને આ 18 શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન લેવાની ફરજિયાત રહેશે.
- રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે, પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
- આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
- ગુજરાતના નિયંત્રણ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે
- આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે, હોમ ડિલેવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે
- લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે, જયારે અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ
- સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે
- વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી અપાઇ
- GSRTCની બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ