Gujarat

ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં લીધો મહત્વનો નિર્ણય: GTUએ પણ તમામ પરીક્ષા રાખી મોકૂફ

અમદાવાદ: ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં કોરોના વાયરસે (corona virus) ભંયકર સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાની સીધી અસર શિક્ષણ જગત પર જોવા મળે છે. રાજ્યમાં કોરોનાના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે રાજય સરકાર દ્વારા ત્રીજી લહેરની (third wave) ચિંતામાં શાળા ફરીથી ઓનલાઈન (online education) શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી (Gujarat university ) દ્વારા પણ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી ઓફલાઇન સાથે ઓનલાઇન પરીક્ષા યોજશે સાથે GTUએ પરીક્ષા મોકૂફ રાખી
રાજ્યમાં ત્રીજી લહેરનાં કારણે હવે ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષાનું (online exam) આયોજન કર્યું છે. આગામી થોડાક સમયમાં ઓનલાઈન પરીક્ષાને લઈને સંપૂર્ણ વિગતો અને કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ (GTU) પણ વિદ્યાર્થીઓ માટે નિર્ણય બદલ્યો છે સાથે જ ગુજરાત યુનિવર્સિટીએ ઓફલાઇનની (offline exam) સાથે સાથે ઓનલાઈનનો વિકલ્પ આપવામાં આપ્યો છે. આ પહેલા યુનિવર્સિટીએ માત્ર ઓફલાઇન પરીક્ષાનું જ આયોજન કર્યું હતું. જો કે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ ત્રીજી લહેરની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 20મી જાન્યુઆરીથી શરૂ થતી તમામ પરીક્ષાઓને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં નવી તારીખોને વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

ગુણોત્સવ કાર્યક્રમ રદ કરવાની માગ
કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં શિક્ષણ બંધ હોવાથી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે સરકારને પત્ર લખીને ગુણોત્સવ રદ્દ કરવાની માંગ કરી છે. આ સિવાય શેરી શિક્ષણ આપવું પણ જોખમી હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top