ગુજરાતમાં (Gujarat) 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું (Tauktae cyclone) સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી ગુજરાતના દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 18 તારીખે પવનની ગતિ 60 થી 70 કિમિ પ્રતિ કલાકની રહી શકે છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારી અંગેની સમીક્ષા બેઠક કરી છે. સૌરાષ્ટ્રના સમગ્ર તંત્રને અલર્ટ આપવામાં આવ્યું છે. એ ઉપરાંત જિલ્લા કલેક્ટરોને સલામતીનાં પગલાં લેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. આ વખતે મ્યાનમાર દેશે વાવાઝોડાને તૌકતે નામ આપ્યું છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશર થયું સક્રિય થયું છે. જે આવતીકાલે વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે. ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બન્યા બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થશે. 18 મે સાંજ સુધીમાં ગુજરાતના દરિયા કિનારા નજીક વાવઝોડું પહોંચશે. જેથી 18 મેના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 18 મેના સાંજે વાવાઝોડું ટકરાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્ના (Kutch And Saurashtra) દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવશે. ગાંધીનગરમાં એક કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવશે, જ્યાંથી વાવાઝોડા પર સીધી નજર રાખવામાં આવશે.
દક્ષિણ ભારતમાં અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશરની સિસ્ટમ વાવાઝોડામાં (Hurricane) ફેરવાઈને ગુજરાત તરફ આવી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો સ્થિતિ પર નજર રાખી રહયા છે. જો કે તેમના કહેવા મુજબ આગામી તા.૧૮મીની આસપાસ આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર (Saurashtra) તરફ સરકી શકે છે તેની અસર હેઠળ જુનાગઢ , ગીર સોમનાથ , અમરેલી પોરબંદર , જામનગર અને કચ્છને અસર કરી શકે છે એટલું જ નહીં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. આ વાવાઝોડાને તૌકતે નામ આપવામાં આવ્યુ છે.આ લો પ્રેશર સિસ્ટમ ૧૬મી મેએ વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે એટલું જ નહીં ઉત્તર – પશ્વિમ દિશામા આગળ વધીને સૌરાષ્ટ્ર પાસેથી સરકીને તે કરાંચી તરફ ફંટાઈ શકે છે. 16 મેના રોજ આવનાર ચક્રવર્તી તોફાનને કારણે 14 થી 16 મેની વચ્ચે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડું આ વર્ષનું પહેલું ચક્રવાત હશે.