Gujarat

11થી 15મી એપ્રિલ સુધી ગુજરાતમાં માવઠાની વકી, આ જિલ્લાઓમાં વરસાદ પડશે

ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આજે બે શહેરોમાં ગરમીનો (Hot) પારો (Temperature) આજે 40 ડિગ્રીએ પહોચ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આવતીકાલ તા.11થી 15મી એપ્રિલ વચ્ચે રાજયમાં માવઠાની ચેતવણી ઈશ્યુ કરી દીધી છે. આ ઉપરાંત પ્રતિ કલાકના 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે. અમદાવાદમાં 41 ડિ.સે. ગરમી નોંધાઈ છે.

  • 11થી 15મી એપ્રિલ સુધી ગુજરાતમાં માવઠાની વકી
  • અમદાવાદ ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોચ્યો

રાજયમાં આજે બપોરે અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. ખાસ કરીને મહાનગદરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોચ્યો હતો. જયારે હજુયે પાંચેક દિવસ ગરમી યથાવત રહેશે. આવતીકાલથી પાંચ દિવસ માટે રાજયમાં માવઠાની સંભાવના રહેલી છે. જેમાં બનાસકાંઠા , પાટણ , કચ્છ , ભરૂચ , સુરત , નવસારી વલસાડ , દાદરા નગર હવેલી , અમરેલી , ગીર સોમનાથ , ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે.

અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 41 ડિ.સે., ગાંધીનગર 40.5 ડિ.સે., ડીસામાં 39 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 39 ડિ.સે., વડોદરામાં 40 ડિ.સે., સુરતમાં 39 ડિ.સે.,વલસાડમાં 35 ડિ.,સે., ભૂજમાં 39 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા એરપોર્ટમાં 38 ડિ.સે., ભાવનગરમાં 39 ડિ.સે.,અમરેલી 40.4 ડિ.સે., રાજકોટમાં 39 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 40 , મહુવામાં 38 ડિ.સે.,અને કેશોદમાં 39 ડિ.સે. જેટલું મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top