Gujarat

સમગ્ર રાજ્યમાં મેઘમહેર: દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેંજ એલર્ટ

ગાંધીનગર: આજે દિવસ દરમ્યાન રાત્રીના 8 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત રાજયભરમાં ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થયેલી છે. સુરતના પલસાણામાં 3.2 ઈંચ જેટલો વરસાદ થયો છે. રાજયમાં સરેરાશ 152 તાલુકાઓમાં વરસાદ થયો છે.

  • દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, પલસાણામાં 3.2 ઈંચ
  • સુરત, નવસારી, વલસાડ અને દમણ – દાદરા નગર હવેલી ખાતે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ કહયું હતું કે , રાજયમાં આવતીકાલ 29મી જૂનના રોજ સુરત, નવસારી, વલસાડ અને દમણ – દાદરા નગર હવેલી ખાતે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે. જયારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી અને રાજકોટ ખાતે ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરી દેવાઈ છે. મધ્ય ગુજરાતની ઉપર સાયકલોનિક સરકયૂલેશનની અસર હેઠળ આ ચોમાસુ સિસ્ટમ સક્રિય થયેલી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમા આજે દિવસ દરમ્યાન સુરત , વલસાડ, નવસારી, તાપી, બોટાદ, અમદાવાદ તથા ગીર સોમનાથમાં ભારે વરસાદ થયો છે. જેમાં પલસાણામાં 3.2 ઈંચ , વલસાડના ઉમરગામમાં 2.8 ઈંચ , ખેરગામમાં 2.6 ઈંચ ,નવસારીમાં 2.5 ઈંચ , તાપીના વાલોડમાં 2.4 ઈંચ , બોટાદમાં 2.4 ઈંચ , ગણદેવીમાં 2.3 ઈંચ , જલાલપોરમાં 2 ઈંચ , ચીખલીમાં 2 ઈંચ , સુરત મહુવામાં 1.8 ઈંચ ,વ્યારામાં 1.8 ઈંચ,બાવળામાં 1.6 ઈંચ સુત્રાપાડામાં 1.6 ઈંચ જેટલો વરાસદ થયો હતો.એકંદરે 29 તાલુકાઓ એવા છે કે જયાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ થયો છે. છેલ્લા 24 કાલકની અંદર રાજયમાં સરેરાશ 114 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સાબરકાંઠાના પોશીનામાં 2 ઈંચ જેટલો વરસાદ થયો હતો.

Most Popular

To Top