Gujarat

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં NDRFની 10 ટીમો તૈનાત

ગાંધીનગર: (Gandhinagar) ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે રાજ્યમાં ચોમાસાની (Monsoon) સ્થિતિને પહોંચી વળવા રાહત કમિશનર જેનું દેવાનની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાની હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને સ્થિતિને પહોંચી વળવા માટે ચર્ચા કરવમાં આવી હતી. આ બેઠક દરમિયાન હવામાન વિભાગના વરસાદની વૈજ્ઞાનિક દ્વારા માહિતી આપવામાં આવી હતી કે તા.૦૪ જુલાઈ, ૨૦૨૪ સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં એન.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે એન.ડી.આર.એફ.ની ૧૦ ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે તથા પાંચ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે, એસ.ડી.આર.એફ.ની તમામ પલટૂન જરૂરીયાત જાણાતા સ્થળે ડિપ્લોય કરી દેવામાં આવી છે અને સમગ્ર ટીમો જિલ્લા વહીવટીતંત્રના આદેશાનુસાર રાહત/બચાવની કામગીરી કરી રહ્યાં છે.

કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજયમાં ૨૯% જેટલું વાવેતર થઈ ગયું છે તેમજ વરસાદના કારણે રાજયમાં પાકમાં કોઈ પણ નુકસાનીની ભીતિ નથી. રાહત કમિશનર જેનું દેવાન દ્વારા બેઠકમાં ઉપસ્થિત રહેલા વિવિધ એન્જસીઓના તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પાઠવવામાં આવી તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.

Most Popular

To Top