અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓએ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. ભાજપ (BJP) સરકારમાં થતા કસ્ટોડીયલ ડેથ એ ‘AN ABUSE OF POWER’ની ચાડી ખાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં ૮૦ આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતના કારણોને કારણે આરોપીઓનાં મોત થયા છે. ગુજરાતમાં સતત ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન થઇ રહ્યું છે જે ચિંતાનો વિષય છે. વર્ષ ૨૦૨૨માં જ ગુજરાતમાં સૌથી વધુ ૨૪ મોત પોલીસ કસ્ટડીમાં થયા છે, તેવું પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું.
હિરેન બેન્કરએ વધુમાં કહ્યું હતુ કે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ ભાજપ સરકારના ગૃહ વિભાગની સબ સલામતની પોલ ખોલી નાખી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૩, વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ કસ્ટોડીયલ ડેથની ઘટના બની છે, કોરોનાકાળના વર્ષ ૨૦૧૯-૨૦માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ ઘટનો સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો છે.
ભાજપ સરકાર ઠેર ઠેર ‘MAY I HELP You?’ની જાહેરાતોના બોર્ડ લગાવે છે, પરતું વાંચવામાં સારા લાગતા સુત્રોને હકીકતમાં પોલીસ સ્ટેશનમાં ‘MAY I HELP You ?’સુત્રનો અહેસાસ થાય એ જરૂરી છે. કસ્ટોડીયલ ડેથના નોંધાયેલા કેસોમાં કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા મારવા- ટોર્ચર, જ્યારે કેટલાક કિસ્સામાં બીમારી સહિત વિવિધ કારણસર મોત કારણે આરોપીનો જીવ ગયા છે.