- વાણી કુબેર મોદીજીએ પોતાના સરળ અને પ્રેમાળ શબ્દોને સ્માર્ટ ગુજરાતીઓના માનસ અને હૃદય APP પર VIRAL કરી EVMને કમળથી ઉભરાવી દીધું
- લોકોએ નક્કી ભલે કર્યું હોય કે આપ અથવા કોંગ્રેસને વોટ આપવો છે પરંતુ છેલ્લી ઘડીએ જે હૃદય પરિવર્તન થયું તે પીએમ મોદીના શબ્દોની આત્મીયતાનો જાદુ છે
- દૃશ્યમ ગુજરાત ગુરુવારે રિલીઝ, સ્ટાર કલાકાર નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી, કો-સ્ટાર અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સી.આર પાટિલ
- સુરતમાં સોળે સોળ સીટ પોતાના કબ્જે કરીને કમળ સોળે કળાએ ખીલી ઉઠ્યું
મારું સુરત, મારું કચ્છ, મારું વાપી, મારું અમદાવાદ… વાણી કુબેર નરેન્દ્ર દામોદરદાસ મોદીના આ શબ્દોએ આજે ગુજરાતમાં જીતના બધા રેકોર્ડ તોડી નાંખ્યા. આપની હવા, પંજાની લહેર જેવી સંભાવનાઓની વચ્ચે ભાજપે જે રીતે વિજય સુનામી સર્જી છે તેનો સૌથી મોટો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવો ખોટું નહીં કહેવાય. કારણકે પ્રચારમાં જે રીતે પીએમ મોદીએ લોકોના માનસપટલ રૂપી સોફ્ટવેરમાં પહેલાંથીજ કમળનું બટન ફીટ કરી દીધું હતું તેની અસર મતદાન વખતે મતદાતાઓના વ્યવહાર પર દેખાઈ. મારું એક અંગત કામ કરશો? બધાને કહેજો આપણા નરેન્દ્રભાઈ આયા તા.. અને એમણે તમને પ્રણામ કીધા છે. આ શબ્દો સાંભળ્યા પછી જે થયું તેણે ઈતિહાસ રચી દીધો. જે દૃશ્યમ છે તે જ સત્ય છે.. લોકોએ જે પ્રેમ જોયો તે પ્રેમ આંગળી પર કાળી સ્યાહી સાથે EVM પર ઉતરી આવ્યો. સ્માર્ટ ગુજરાતીઓના સોફ્ટવેર પર આત્મીયતા રૂપી પ્રોગ્રામ ફીટ કરી દેનાર પીએમ નરેન્દ્ર મોદીના પ્રચારની કાબેલિયતનું આટલું મોટું ઉદાહરણ બીજું કયું હોઈ શકે?
સુરતમાં (Surat) સોળે સોળ સીટ (Seat) પોતાના કબ્જે કરીને કમળ (Kamal) સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગુજરાત તો કેસરિયાથી જાણે આખેઆખું રંગાઈ ગયું છે. ભાજપની જીતના આ રંગ અને ઉમંગની છોળો સમગ્ર ગુજરાતમાં ઉડી રહી છે. એવી સીટો કે જ્યાં પૂરેપૂરી રસાકસી હતી ત્યાં પણ ભાજપે બાજી મારી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે 1 લાખ 92 હજાર મતના માર્જિનથી ભવ્ય જીત મેળવી છે. ઘણી એવી સીટો હતી ત્યાં લોકો પોતાના વિસ્તારના ઉમેદવાર કોણ છે તે પણ ન્હોતા જાણતા. પણ તેઓ મોદીને જાણતા હતા. મોદીને વાણીને માણતા હતા. તેથી જ ઈવીએમ પર તેમને અર્જુનની આંખની જેમ નિશાન પર ફક્ત કમળ જ દેખાયું. આ જાદૂ પણ મોદીનો જ તો.
આ વિજયમ્ ની ઉજવણી કમલમ્ માં જોવા મળી રહી છે. આ ઉજવણીમાં વડાપ્રધાન મોદી પણ શામેલ થશે અને પોતાના દૃઢ સંકલ્પરૂપી શબ્દોથી કાર્યકરોને સંબોધશે. જણાવી દઈએ કે જીત બાદ આગળની રણનીતિ તૈયાર કરવાની સાથે 12 ડિસેમ્બરે ગાંધીનગર વિધાનસભાની પાછળ હેલિપેડ, ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 વાગે શપથવિધિ યોજશે. ફરી ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ફરી એક વાર નૈતિકતાના શપથ લેશે કે મારા ગુજરાતીઓ માટે કાંઈપણ કરી છુટવું છે.