ગાંધીનગર: રાજયમાં (Gujarat) છેલ્લા છ માસથી દાંડિયા રાસ (Dandiya Ras) પ્રેક્ટિસ કરતાં ખેલૈયાનું હાર્ટ એટેકના (HeartAttack) કારણે મોત (Death) નીપજયું છે. જયારે રાજકોટમાં પણ છેલ્લા 24 કલાકમાં ત્રણ યુવકોનું પણ હાર્ટ એટેકથી મોત નીપજયું છે.
જુનાગઢમાં નવરાત્રી તહેવારના આગમન પૂર્વે ગરબા કોચીંગ કલાસમાં યુવા વર્ગ પ્રેકટીસ કરી રહ્યાં છે. દાંડીયા રાસમાં શ્રેષ્ઠ ખેલૈયાઓનો એવોર્ડ મેળવનાર ચિરાગ ભરતભાઈ પરમાર (ઉ.24) શહેરના જોષીપરાના ગજાનન કોચીંગ કલાસમાં દાંડીયા રાસની પ્રેકટીસ સમયે બેભાન થઈ ઢળી પડતા તેને સારવારમાં હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ પ્રાથમિક તપાસમાં ચિરાગનું હાર્ટએટેકથી મોત થયાનું જાહેર થયું છે. બનાવના પગલે મૃતકના પરીવારજનો અને કોચીંગ કલાસના સાથી ખેલૈયાઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
રાજકોટમાં હાર્ટ એટેકના કારણે એક દિવસમાં 3 વ્યક્તિના મોત થયું છે. જેમાં કિશન ધાબેલીયા (ઉ.વ.26) , રાજેન્દ્રસિંહ વાળા (ઉ.વ.40) અને મહેન્દ્ર પરમાર (ઉ.વ.41 ) નું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહયો છે. રાજકોટના ત્રણેય યુવાનોને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
જુનાગઢમાં દાંડિયા રાસની પ્રેકટિસ કરતાં ખેલૈયાનું હાર્ટ એટેકથી મોત
છેલ્લા છ માસથી દાંડિયા રાસ પ્રકિટસ કરતાં ખેલૈયાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજયુ છે. જયારે રાજકોટમાં પણ છેલ્લા 24 કલાકમાં ત્રણ યુવકોનું પણ હાર્ટ એટેકથી મોત નિપજયું છે. જુનાગઢમાં નવરાત્રી તહેવારના આગમન પૂર્વે ગરબા કોચીંગ કલાસમાં યુવા વર્ગ પ્રેકટીસ કરી રહ્યા છે. દાંડીયા રાસમાં શ્રેષ્ઠ ખેલૈયાઓનો એવોર્ડ મેળવનાર ચિરાગ ભરતભાઈ પરમાર (ઉ.24) શહેરના જોષીપરાના ગજાનન કોચીંગ કલાસમાં દાંડીયા રાસની પ્રેકટીસ સમયે બેભાન થઈ ઢળી પડતા તેને સારવારમાં હોસ્પીટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ પ્રાથમીક તપાસમાં ચિરાગનું હાર્ટએટેકથી મોત થયાનું જાહેર થયું છે. બનાવના પગલે મૃતકના પરીવારજનો અને કોચીંગ કલાસના સાથી ખેલૈયાઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
બીજી તરફ ભાવનગર શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. ગોરધનભાઈ સોલંકી નામના 32 વર્ષિય યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. રત્ન કલાકાર તરીકે કામ કરતા ગોરધનભાઈ સોલંકીને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું. મૃતક યુવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. મોરબીમાં પણ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જીઓગ્રેસ કારખાનામાં કામ કરતા કામદારનું હાર્ટ એટેકથી મોત થયું છે. 37 વર્ષીય વિક્રમસિંહનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.