ગુજરાતમાંથી પસાર થતા તમામ નેશનલ હાઈવે (Gujarat National Highway Reparing Demand) નું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માગણી સાથે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ (Gujarat Congress Past President Arjun Modhwadiya) કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને (Nitin Gadkari) રજૂઆત કરી છે. સાથે જ એવી પણ માગણી કરી છે કે જ્યાં સુધી નેશનલ હાઈવેનું સમારકામ ન થાય ત્યાં સુધી ટોલટેક્સ (Closed Toll Tax) બંધ કરવો જોઈએ.
ગુજરાતના કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતો કંડલા-દિલ્હી NH-8A અત્યંત બિસ્માર હાલતમાં છે. આ નેશનલ હાઈ-વેનો વિડીયો ટ્વિટ કરીને કેન્દ્રીય માર્ગ અને પરિવહનમંત્રી નિતીન ગડકરીને હાઈ-વે ના ઝડપથી સમારકામ માટે રજુઆત કરતાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સમખીયાળી-પાલનપુર, ભાવનગર-સોમાનથ-દ્વારકા અને અમદાવાદ-હિંમતનગર સુધીના નેશનલ હાઈવેની સ્થિતી અત્યંત બિસ્માર છે.
કચ્છના સામખીયાળી થી બનાસકાંઠાના પાલનપુર થઈને દિલ્હી જતા NH-8A ની બિસ્માર સ્થિતીના કારણે દર સપ્તાહે ત્રણ થી ચાર ગમખ્બાર અકસ્માત સર્જાય છે, જેમાં ત્રણ થી પાંચ નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવે છે, નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા જંગી ટોલ ટેક્સ વસુલવામાં આવે છે, છતાં રોડની સુવિધાઓના નામે માત્ર ખાડાઓ જ મળે છે, જેના કારણે હજારો વાહન ચાલકોને પારવાર હાલાકીનો સામનો કરવો પડે છે અને ખરાબ હાઈ-વે ના કારણે કરોડો રૂપિયાનું ડીઝલ-પેટ્રોલ વેડફાય છે, છતાં નેશનલ હાઈવે ઓથોરિટીને લોકોની આ યાતનાઓ દેખાતી નથી.
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આટલી ગંભીર સ્થિતી છતાં ગુજરાતમાં નેશનલ હાઈવે ના સમારકામ માટે રાજ્યની ભાજપ સરકારે અત્યાર સુધી નેશનલ હાઈવે ઓથોરિટી કે કેન્દ્રીય માર્ગ અને પરિવહ મંત્રીને એકપણ રજુઆત કરી નથી. અકસ્માતમાં લોકો જીવન ગુમાવી રહ્યા છે, છતાં રાજ્યની ભાજપ સરકાર એટલી બધી અસંવેદનશીલ બની ચુકી છે કે ગુજરાતીઓને પડી રહેલી હાલાકી અને અકસ્માતમાં મોતની કંઈ જ પડી નથી. ગુજરાતમાંથી પસાર થતા તમામ નેશનલ હાઈવે નું સત્વરે સમારકામ કરવામાં આવે અને જ્યાં સુધી સમારકામ ના થાય ત્યાં સુધી નેશનલ હાઈવે ઉપર ઉઘરાવવામાં આવતો ટોલ ટેક્સ બંધ કરવામાં આવે.