Gujarat

98540 MOUથી ગુજરાતમાં 45 લાખ કરોડનું રોકાણ આવશે: CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

ગાંધીનગર: (Gandhinagar) 10મી કડીના વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ગુજરાતમાં (Gujarat) 98540 જેટલા એમઓયુ (MOU) પર હસ્તાક્ષર થયા છે, જેના પગલે રાજયમાં 45 લાખ કરોડનું રોકાણ આવશે, તેવી જાહેરત આજે એકસ પર ટ્વિટ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી. બીજી તરફ વાઈબ્રન્ટ સમિટના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે કહયું હતું કે , 2047માં ભારતને વિકસિત દેશ બનાવવાનો માર્ગ વાયા ગુજરાત થઈને જ જાય છે, જેનો પાયો પીએમ નરેન્દ્ર મોદીએ 10મી શ્રેણીના વાઈબ્રન્ટ સમિટના ઉદ્ધાટન દ્વારા નાંખી દીધો છે.

  • 98540 એમઓયુથી ગુજરાતમાં 45 લાખ કરોડનું રોકાણ આવશે : ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
  • વાઈબ્રન્ટ સમિટના સમાપાન સમારંભ બાદ મુખ્યમમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકસ પર જાહેરાત કરી
  • 2047માં ભારતને વિકસિત દેશ બનાવવાનો માર્ગ વાયા ગુજરાત થઈને જાય છે, જેનો પાયો 10મી શ્રેણીના વાઈબ્રન્ટ સમિટે નાખ્યો દીધો છે – અમીત શાહ

વાઈબ્રન્ટ સમિટના સમાપન સમારંભ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકસ ( પહેલાનું ટવિટર ) પર ટ્વિટ કરીને માહિતી આપી હતી કે પીએઅ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 10મી શ્રેણીના વાઈબ્રન્ટ સમિટે નવા કિર્તીમાન સ્થાપિત કર્યા છે. તેમાં 2022 દરમિયાન સ્થગિત કરાયેલા વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન ગુજરાતમાં 18.87 લાખ કરોડના રોકાણ માટે 57,241 જેટલા એમઓયુ થયા હતા. તે પછી 10મી શ્રેણીના વાઈબ્રન્ટ સમિટમાં 26.33 લાખ કરોડના રોકાણ માટે 41,299 જેટલા એમઓયુ થયા છે. આ રીતે ગુજરાતમાં 45 લાખ કરોડના રોકામ માટે 98,540 જેટલા કરાર થયા છે.

પટેલે સમાપન સમારંભમાં કહયું હતું કે વાઈબ્રન્ટ સમિટ ખરા અર્થમાં ગેટ વે ટુ ધ ફયુચર બની રહેવા પામ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદી સમય કરતાં બે કદમ આગળનું વિતારી રહયા છે. ખાસ કરીને ગુજારતમાં જે કાંઈ પણ રોકાણ માટે એમઓયુ થયા છે, તેમાંના 50 ટકા એમઓયુ ગ્રીન એમઓયુ છે. પીએમ મોદીના નેતૃત્વમાં 2047માં બારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરવામાં ગુજરાત તેનું મહત્વનું યોગદાન આપશે, તે નક્કી છે.

પટેલે કહ્યું હતું કે સફળતાપૂર્વક સંપન્ન થયેલી અમૃતકાળની આ પહેલી સમિટ દેશ અને દુનિયાની બિઝનેસ કમ્યુનિટી, થોટ લીડર્સ, પોલિસી મેકર્સ માટે ઇન્ક્લુઝિવ ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું સામુહિક કેન્દ્ર બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં આ સમિટને બે દાયકામાં ઉત્તરોત્તર મળેલી સફળતાથી તેના સ્પીડ અને સ્કેલ બંને વધતા ગયા છે અને વસુધૈવ કુટુંબકમ્-એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના વિચારને વિશ્વભરના દેશોએ આ સમિટમાં સહભાગિતાથી સાકાર કર્યો છે. મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બનીને વડાપ્રધાન મોદીએ આપેલા વિકસિત ભારત@૨૦૪૭ને સાકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજાયેલી આ સમિટ નવા યુગના ઊભરતા સેક્ટર્સ જેવા કે સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇ.વી., એરોસ્પેસ અને ડિફેન્સ ઇક્વીપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ માટે ઉદ્દીપક બની છે. વડાપ્રધાનએ આપેલા ગ્રીન ગ્રોથના વિચારને ગુજરાતે આ સમિટમાં થયેલાં કુલ એમઓયુના 50 ટકા જેટલા એમઓયુ ગ્રીન હાઈડ્રોજન અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં કરીને ચરિતાર્થ કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, આ 10મી સમિટમાં વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાતે વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટનો નવતર અભિગમ અપનાવીને 32 જિલ્લાઓના MSME ઉદ્યોગોને વોકલ ફોર લોકલના મંત્ર સાથે વિકસવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની બેકબોન MSMEને દરેક વાઈબ્રન્ટ સમિટની સફળતાથી નવું બળ મળ્યું છે.

Most Popular

To Top