Gujarat

કચ્છ – ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

ગાંધીનગર : રાજયમાં આગામી 48 કલાકમાં કચ્છ (Kutch) સહિત ઉત્તર ગુજરાતમાં (North Gujarat) ભારેથી અતિ ભારે વરસાદની (Rain) હવામાન વિભાગે ચેતવણી આપી છે. ખાસ કરીને કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે. જયારે ઉત્તર ગુજરાતમાં, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે રાજયમાં ચોમાસાનો બીજો રાઉન્ડ ચાલુ થઈ જશે. રાજયમાં હાલમાં મોસમનો સરેરાશ 58.32 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 104.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 32.65 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 47.02 ટકા , સૌરાષ્ટ્રમાં 57.77 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 74.17 ટકા વરસાદ થયો છે.

રાજ્યમાં થઈ રહેલા ભારે વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા.૨૦ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૫૬.૫૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૮૪,૬૧૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫.૨૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ કંન્ટ્રોલ સેલના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૧૯,૮૩૯ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૭.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં ૩૦ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૩ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૨૯ જળાશયો (સરદાર સરોવર સહિત) માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૪૯ જળાશયોમાં ૨૫ ટકા થી ૫૦ ટકાની વચ્ચે, ૫૫ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૧૯ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૧૧ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૨ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

Most Popular

To Top